હેક/ UGCનું ટ્વિટર એકાઉન્ટ હેક,છેલ્લા બે દિવસથી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ હેકર્સના નિશાના પર

UGC હેન્ડલની ડીપી અને બેકગ્રાઉન્ડ પિક્ચર બદલવા ઉપરાંત હેકરે સેંકડો યુઝર્સને ટેગ કર્યા અને સેંકડો ટ્વીટ્સ પણ કર્યા.

Top Stories India

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનું ટ્વિટર એકાઉન્ટ રવિવારે હેક કરવામાં આવ્યું હતું. યુજીસી હેન્ડલની ડીપી અને બેકગ્રાઉન્ડ પિક્ચર બદલવા ઉપરાંત હેકરે સેંકડો યુઝર્સને ટેગ કર્યા અને સેંકડો ટ્વીટ્સ પણ કર્યા.છેલ્લા બે દિવસથી હેકર્સ દેશની પ્રતિષ્ઠિત સંસ્થાને નિશાના બનાવી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે.હાલ આઇટી નિષ્ણાત આ હેકર્સ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે  હવામાન વિભાગના ટ્વિટર હેન્ડલને શનિવારે બે કલાકથી વધુ સમય સુધી હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. હેકર્સે તેને હેક કરી તેના પર NFT ટ્રેડિંગ શરૂ કર્યું. તે એક પિન કરેલો સંદેશ દર્શાવે છે જે કેટલાક NFT ટ્રેડિંગ સાથે સંકળાયેલો હતો. શરૂઆતમાં તેનું પ્રોફાઈલ પિક્ચર બદલાયું હતું, પરંતુ પછી તે ખાલી દેખાતું હતું. તેને પરત મેળવવામાં હવામાન વિભાગને બે કલાક જેટલો સમય લાગ્યો હતો.

આ પહેલા શુક્રવારે મોડી રાત્રે યુપીના સીએમ યોગી આદિત્યનાથની ઓફિસનું ટ્વિટર હેન્ડલ હેક કરવામાં આવ્યું હતું. તેને લગભગ 29 મિનિટ સુધી હેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેકર્સે ઘણી ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. આ પછી ખાતું થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. બાદમાં તેના પર નિયંત્રણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે શનિવારે અધિકારીઓએ આ માહિતી આપી. આ ટ્વિટર હેન્ડલને લગભગ 40 લાખ લોકો ફોલો કરે છે.