સ્વદેશી નિર્મિત ડોર્નિયર 228 એરક્રાફ્ટ આજે તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ લેશે. આ સ્પેશિયલ એરક્રાફ્ટ અરુણાચલ પ્રદેશના દૂરના વિસ્તારોમાં એર કનેક્ટિવિટી પ્રદાન કરશે. ભારતીય ઉડ્ડયનના ઈતિહાસમાં તેને એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એરક્રાફ્ટ દ્વારા દેશના બાકીના ભાગો સાથે ઉત્તર પૂર્વની હવાઈ સેવાને વધુ મજબૂત બનાવી શકાય છે.
नागर विमानन द्वारा राष्ट्र निर्माण के क्रम में एक और कड़ी जुड़ने जा रही है!
कल असम के मुख्यमंत्री माननीय श्री @himantabiswa की उपस्थिति में लीलाबाड़ी में उत्तर पूर्व के पहले फ़्लाइंग ट्रेनिंग आर्गेनाईजेशन का उद्घाटन किया जाएगा। @RedBirdAviation pic.twitter.com/q8jeFJ7OoZ
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) April 11, 2022
આ 17 સીટર ડોર્નિયર એરક્રાફ્ટ દ્વારા અરુણાચલ પ્રદેશના પાંચ શહેરોને આસામના ડિબ્રુગઢ સાથે જોડવામાં આવશે. જણાવી દઈએ કે એલાયન્સ એર એ ફેબ્રુઆરીમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે 17 સીટર ડોર્નિયર 228 એરક્રાફ્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સોમવારે આ માહિતી આપતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે સ્વદેશી વિમાનની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ આસામના ડિબ્રુગઢ અને અરુણાચલ પ્રદેશના પાસીઘાટ વચ્ચે હશે.
એક તરફ જ્યાં પહેલી કોમર્શિયલ ફ્લાઈટ રવાના થશે તો બીજી તરફ આસામના લીલાબારીમાં આજે પ્રથમ ફ્લાઈટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટનું પણ ઉદ્ઘાટન થશે. બંને કાર્યક્રમમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ પણ હાજર રહેશે.
