Wedding/ કપૂર પરિવારે આ રીતે વહુનું કર્યું સ્વાગત, શેર કર્યો ફેમિલી ફોટો

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લાંબા સંબંધો બાદ હવે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તરફથી અભિનંદનનો દોર ચાલી રહ્યો છે.

Entertainment
Alia

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લાંબા સંબંધો બાદ હવે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તરફથી અભિનંદનનો દોર ચાલી રહ્યો છે. ભટ્ટ અને કપૂર પરિવારની સાથે, ફક્ત ખાસ મહેમાનો અને મિત્રો જ લગ્નનો ભાગ હતા. આ લગ્ન પછી હવે બંને રિસેપ્શન નહીં કરે, આ વાતની જાહેરાત કપલે ગઈ કાલે જ કરી હતી. સાથે જ લગ્નમાં આવેલા મહેમાનો પણ લગ્નની તસવીરો મુકવા લાગ્યા છે.  કપૂરનો પરિવારનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નાનાથી લઈને મોટા સભ્યો આ ફોટામાં સામેલ છે.

કપૂર પરિવારે વહુરાનીનું સ્વાગત કર્યું
તસવીરમાં નવવિવાહિત કપલ ​​આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સામે પોઝ આપતા જોવા મળે છે. આ તસવીરમાં કરીના અને કરિશ્મા કપૂર રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર, અનીશા મલ્હોત્રા રણબીર કપૂર માસીના પુત્ર નિખિલ નંદા, શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી નંદા, રીમા જૈન અને તેમના બાળકો આધાર જૈન અને અરમાન જૈન જોવા મળે છે. આ તસવીરની સાથે બીજી તસવીરમાં આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા પણ જોવા મળે છે.

https://www.instagram.com/p/CcV15GBv692/?utm_source=ig_embed&ig_rid=bdb01770-6ef6-4f52-ad15-8ca986491bf3

આલિયા ભટ્ટે તસવીરો શેર કરી છે
લગ્ન પછી તરત જ, આલિયા ભટ્ટે તેના લગ્નની તસવીરો શેર કરી, આ તસવીરો સાથે તેણે લખ્યું- ‘આજે, મારા પરિવાર અને મિત્રોની વચ્ચે, ઘરે… અમારા મનપસંદ સ્થાન પર અમે 5 વર્ષ વિતાવ્યા છે અને હવે અમે લગ્ન કરી લીધાં છે. અમારી પાસે પહેલેથી જ ઘણી યાદો છે. જે હાસ્ય, પ્રેમ, ગુસ્સો, ઝઘડા, ફિલ્મોથી ભરપૂર છે. અમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ સમયમાં અમારી સાથે રહેવા અને અમારા પર પ્રેમ વરસાવવા બદલ આભાર. આ ક્ષણોએ કંઈક ખાસ બનાવ્યું છે.