IPL 2022/ ગર્લફ્રેન્ડ જોઈએ છે કે આઈપીએલ, વાયરલ થયું ફેનનું આ પોસ્ટર

આઈપીએલને લઈને લોકોમાં એટલો ઉત્સાહ વધી ગયો છે કે અંગત જીવનમાં સમાધાન કરવા તૈયાર થઈ જાય છે. સોશિયલ મીડિયા પર આ ફેનનું પોસ્ટર ખુબ વાયરલ…

Trending Sports
Girlfriend or choose one in IPL, fan's poster went viral

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શુક્રવારે સનરાઈઝર્સ હેદરાબાદ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં આયોજિત મેચમાં કેન વિલિયમસનની ટીમે સાત વિકેટથી જીત નોંધાવી હતી. આ જીત સાથે જ સનરાઈઝર્સની ટીમ સાતમાં સ્થાને પહોંચી ગઈ છે.

આઈપીએલની મેચને લઈને ફેન્સમાં ક્રિકેટને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સનરાઈઝર્સ અને કેકેઆર વચ્ચે યોજાયેલી મેચ દરમિયાન ઘણા ફેન્સ મેદાન પર ખેલાડીઓને ચીયર્સ કરી રહ્યાં હતા. પરંતુ એક ફેન્સે બધાનું ધ્યાન તેની તરફ ખેંચ્યું.

તે ફેન એક પોસ્ટર લઈને આવ્યો હતો જેમાં લખ્યું હતું કે, મારી ગર્લફ્રેન્ડે કહ્યું કે આઈપીએલ અને ગર્લફ્રેન્ડ આ બંનેમાંથી એક પસંદ કર, તો હું આઈપીએલ જોવા આવી ગયો છું. એટલે કે આઈપીએલને લઈને લોકોમાં એટલો ઉત્સાહ વધી ગયો છે કે અંગત જીવનમાં સમાધાન કરવા તૈયાર થઈ જાય છે. સોશિયલ મીડિયા પર આ ફેનનું પોસ્ટર ખુબ વાયરલ થઈ રહ્યું છે.

Cricket Fan

આ અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એક મેચ દરમિયાન આરસીબીની મહિલા ફેન ચર્ચામાં આવી હતી. તે મેચ દરમિયાન મહિલા ફેન એક પોસ્ટર લઈને આવી હતી જેમાં લખ્યું હતું કે, જ્યાં સુધી આરસીબી ટીમ જીતશે નહીં ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. ટીમ ઈન્ડિયાના સ્પિનર અમિત મિશ્રાએ પણ તે મહિલા ફેનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ પણ વાંચો: Hanuman Jayanti / PM મોદીએ મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ

આ પણ વાંચો: અખંડ ભારત / ઇન્ડોનેશિયાનો અર્થ ભારતીય દ્વીપ : અમેરિકા પાસે વેસ્ટ ઇન્ડિઝ સુધી સુધી હતો અંખડ ભારતનો વિસ્તાર : સુધાંશુ ત્રિવેદી

આ પણ વાંચો: મહારાષ્ટ્ર / લાઉડસ્પીકર વિવાદ પર ગુસ્સે ભરાયા સંજય રાઉત, કહ્યું, રાજ ઠાકરે મહારાષ્ટ્રના ઓવૈસી છે