આંધ્રપ્રદેશના/ કુર્નૂલમાં હનુમાન જયંતિની શોભાયાત્રામાં થયેલી હિંસા મામલે 20 લોકોની કરવામાં આવી ધરપકડ

એકાએક પથ્થરમારાની સ્થિતિ સર્જાઈ હતી. ત્યાં સુધીમાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ભીડને વિખેરી નાખી હતી

Top Stories India

દેશમાં સાંપ્રદાયિક હિંસાના સમાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યા. વાસ્તવમાં, હનુમાન જયંતિના શોભાયાત્રા પર દિલ્હીમાં હંગામાનો મામલો હજુ થાળે પડ્યો ન હતો કે હવે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણની માહિતી આવી રહી છે. જો કે, આ અથડામણને સમયસર અટકાવી દેવામાં આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.આ મામલે પોલીસે 20 લોકોની અટકાયત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ કુર્નૂલના અલ્લુરમાં હોલ્લાગુંડામાં હનુમા જયંતિની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ સમારોહ દરમિયાન તેણે પોલીસની સલાહ વિરુદ્ધ ડીજે સેટનો ઉપયોગ કર્યો હતો. જ્યારે તેઓ મસ્જિદ પાસે ગયા ત્યારે પોલીસે તેમને ડીજે સેટ બંધ કરવા કહ્યું. પરંતુ તેઓ મસ્જિદની સામે રોકાઈ ગયા અને “જય શ્રી રામ” ના બૂમો પાડવા લાગ્યા. આના પર મુસ્લિમ સમુદાયના લોકોએ “અલ્લાહ હુ અકબર” ના નારા લગાવવાનું શરૂ કર્યું.

જોકે,  પોલીસ ઈન્સ્પેક્ટરે વીએચપીના સભ્યોને સ્થળ પરથી દૂર મોકલી દીધા હતા. જ્યારે રેલી મસ્જિદથી થોડે દૂર ગઈ ત્યારે તેઓએ ફરીથી ડીજે સેટ વગાડવાનું શરૂ કર્યું. આના પર મુસ્લિમોએ અવાજ ઉઠાવ્યો અને બંને જૂથો વચ્ચે નજીવો વિવાદ શરૂ થયો. એકાએક પથ્થરમારાની સ્થિતિ સર્જાઈ હતી. ત્યાં સુધીમાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ભીડને વિખેરી નાખી હતી. પોલીસના જણાવ્યા અનુસાર લગભગ 10 મિનિટ સુધી પથ્થરમારો થયો હતો. “અમે એકત્રિત કરેલા ફૂટેજના આધારે, 20 સભ્યોની અટકાયત કરવામાં આવી છે,”

મંતવ્ય