દલીલ નહીં/ પત્ની કોઈ વખત વ્યભિચાર કરે તો પણ પતિએ તેને નિર્વાહ ભથ્થું આપવું : હાઇકોર્ટ

જો પત્ની એકાદ વખત કોઈ સાથે સંબંધ રાખે કે વ્યભિચાર આચારે તો પણ તેને નિર્વાહ ભથ્થું અપાવું પડે તેનાથી મનાઈ કે આનાકાની થઈ શકે નહીં.

Ajab Gajab News Trending
વ્યભિચાર

દેશમાં ન્યાય વ્યવસ્થાને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. ત્યારે કેટલાક નિર્ણયો કોર્ટ દ્વારા આશ્ચર્યજનક અને ઐતિહાસિક આપવામાં આવાતા હોય છે. આવો જ એક નિર્ણય તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે યુવાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો પત્ની એકાદ વખત કોઈ સાથે સંબંધ રાખે કે વ્યભિચાર આચારે તો પણ તેને નિર્વાહ ભથ્થું અપાવું પડે. એકાદ વખતના વ્યભિચાર ના કારણે નિર્વાહ ભથ્થું આપવાથી મનાઈ કરી શકાય નહી. પત્ની દગો આપ્યો છે એવા કારણે તેનું નિર્વાહ ભથ્થું તમે અટકાવી શકો નહી.

બનાવની વિગત એવી છે કે દિલ્હી હાઇકોર્ટમાં એક યુવકે નિર્વાહ ભથ્થું નહી આપવા માટે અરજી કરી હતી. યુવાને ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો જો કે હાઇકોર્ટે યુવાનની જ જાટકણી  કાઢી હતી. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ ચંદ્રધારીસિંહે યુવાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘પતિએ પાકા પુરાવા સાથે સાબિત કરવું પડશે કે પત્ની વ્યભિચારમાં જીવી રહી છે અને કોઈ એકાદ વાર કે પ્રસંગોપાત થતા વ્યભિચારને જીવંત વ્યભિચાર ન ગણી શકાય.  ટ્રાયલ કોર્ટે શખ્સને પત્નીને મહિને 15,000નું નિર્વાહ ભથ્થું ચુકવવાનો આદેશ આપ્યો હતો. શખ્સે ટ્રાયલ કોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પતિએ તેની અરજીમાં કહ્યું હતું કે તેની પત્ની ક્રૂર, વ્યભિચારી અને તેને છોડીને જતી રહી છે તેથી તેને નિર્વાહ ભથ્થું ન આપી શકાય. હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા એવું જણાવ્યું કે જો દ્વારા સતત વ્યભિચાર થયાનું પતિની જાણમાં આવે અને પતિ તેના પાકા પુરાવા રજૂ કરે તો જ તેને નિર્વાહ ભથ્થું ન આપી શકાય. પરંતુ જો પત્ની એકાદ વાર વ્યભિચાર કરે તો તે કારણે પતિ તેને નિર્વાહ ભથ્થું આપવાની મનાઈ કે આનાકાની કરી શકે નહી. નોંધનીય છે કે આ કેસમાં પતિ પત્નીના સતત વ્યભિચારને સાબિત ન કરી શક્યો હોવાથી હાઈકોર્ટે તેની અરજી ફગાવીને આવો ચુકાદો આપ્યો હતો.’

આ પણ વાંચો : નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે મળી ગુપ્ત બેઠક, કઈ પાર્ટીમાં જોડાશે ?

મંતવ્ય