Technology/ એલોન મસ્કને મળ્યા નવા સીઈઓ ? ટ્વિટર પરથી પરાગ અગ્રવાલ સાથે બીજા કોને પકડાવાશે પાણીચું ?

એલોન મસ્ક અને ટ્વિટરની ડીલ બાદ લોકો કંપનીમાંથી ઘણા અધિકારીઓની છ્ટણી અંગે અનુમાન લગાવી રહ્યા છે. ગયા મહિને, મસ્કએ ટ્વિટરને $ 44 બિલિયનમાં ખરીદવાનો સોદો કર્યો હતો અને રિપોર્ટ અનુસાર, ઘણા લોકોને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે.

Tech & Auto

ટૂંક સમયમાં ટ્વિટરનું નિયંત્રણ એલોન મસ્કના હાથમાં આવવાનું છે. $44 બિલિયનની ડીલ ફાઇનલ થતાં જ મસ્ક ટ્વિટરનો માલિક બની જશે. રિપોર્ટ્સનું માનીએ તો આ પછી ટ્વિટરમાં ઘણા મોટા ફેરફાર થઈ શકે છે. પરાગ અગ્રવાલ અને વિજયા ગડ્ડે જેવા મોટા લોકોને કંપનીમાંથી કાઢી મુકવામાં આવી શકે છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

એલોન મસ્ક અને ટ્વિટરની ડીલ બાદ લોકો કંપનીમાંથી ઘણા અધિકારીઓની છ્ટણી અંગે અનુમાન લગાવી રહ્યા છે. ગયા મહિને, મસ્કએ ટ્વિટરને $ 44 બિલિયનમાં ખરીદવાનો સોદો કર્યો હતો અને રિપોર્ટ અનુસાર, ઘણા લોકોને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. ટ્વિટર કર્મચારીઓને પણ તેમની નોકરી ગુમાવવાનો ડર છે.

તાજેતરના અહેવાલો અનુસાર, ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સાથેની બેઠકમાં કર્મચારીઓએ ટ્વિટરની નોકરી અને ભવિષ્ય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. રોઇટર્સના તાજેતરના અહેવાલ મુજબ, સીઇઓ પરાગ અગ્રવાલ અને પોલિસી હેડ વિજયા ગડ્ડેને કંપનીમાંથી બરતરફ કરવામાં આવી શકે છે.

એલોન મસ્કને નવા ચીફ એક્ઝિક્યુટિવ મળ્યા?
રોઇટર્સે તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે એલોન મસ્ક પાસે નવા ચીફ એક્ઝિક્યુટિવ છે, જે સોદો ફાઇનલ થયા પછી ટ્વિટરના વર્તમાન સીઇઓ પરાગ અગ્રવાલનું સ્થાન લેશે. ગયા મહિને મસ્કે ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરને કહ્યું હતું કે તેમને કંપનીના મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી.

પરાગ અગ્રવાલનું શું થશે?
પરાગે ગયા વર્ષે જેક ડોર્સીની જગ્યા લીધી હતી. એવી અટકળો છે કે જ્યાં સુધી આ ડીલ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે ટ્વિટરના સીઈઓ રહેશે. જો કે નવા સીઈઓ કોણ હશે તે અંગે હાલ કોઈ માહિતી નથી. જો ટ્વિટરમાં ફેરફાર થયાના 12 મહિનાની અંદર પરાગને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવે છે, તો તેને $43 મિલિયન મળશે.

શું વિજયા ગડ્ડેને પણ નોકરીમાઠી મળશે પાણીચું ?
મસ્કના નિશાના પર માત્ર પરાગ અગ્રવાલ જ નહીં પરંતુ લીગલ હેડ વિજયા ગડ્ડે પણ છે. મસ્ક પહેલા જ પબ્લિક પ્લેટફોર્મ પર વિજયાને નિશાન બનાવી ચૂક્યા છે. ધ ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, એલોન તેને કંપનીમાંથી બહાર કરવાની પણ યોજના બનાવી રહ્યાં છે. જો વિજયા ગડ્ડેને ટ્વિટર પરથી હટાવવામાં આવે તો તેમને $1.25 મિલિયન મળશે.

વિજયા કંપનીમાં સૌથી વધુ પગાર મેળવનાર કર્મચારીઓમાંથી એક છે. તેને ટ્વિટર પર સૌથી શક્તિશાળી મહિલા માનવામાં આવે છે. તાજેતરના અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે એક મીટિંગ દરમિયાન વિજયા ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. મસ્ક પહેલાથી જ ટ્વિટરની નીતિઓને લઈને વિજયાને નિશાન બનાવી રહ્યા છે. તેણે સેન્સરશીપ માટે વિજયાને ખાસ નિશાન બનાવ્યા.