Video/ સલમાન ખાનની બહેન અર્પિતાની ઈદ પાર્ટીની તસવીરો, આ કારણે સૌથી વધુ ચર્ચામાં રહી હતી કંગના રનૌત

ગઈ કાલે સલમાન ખાનના ઘરે ઈદ પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. સલમાનની ઈદ પાર્ટીમાં બોલિવૂડના મોટા સેલેબ્સ સામેલ થયા હતા. સલમાનની પાર્ટીમાં જેકલીન ફર્નાન્ડીઝ, કરિશ્મા કપૂર અને શહનાઝ ગિલ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ દરમિયાન કંગના રનૌત પણ સલમાનની ઈદ પાર્ટીમાં પહોંચી હતી, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ […]

Trending Entertainment
looks

ગઈ કાલે સલમાન ખાનના ઘરે ઈદ પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. સલમાનની ઈદ પાર્ટીમાં બોલિવૂડના મોટા સેલેબ્સ સામેલ થયા હતા. સલમાનની પાર્ટીમાં જેકલીન ફર્નાન્ડીઝ, કરિશ્મા કપૂર અને શહનાઝ ગિલ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ દરમિયાન કંગના રનૌત પણ સલમાનની ઈદ પાર્ટીમાં પહોંચી હતી, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સલમાનની પાર્ટીમાં કંગનાને જોઈને કેટલાક ચાહકો આશ્ચર્યની સાથે ખુશ પણ હતા, તો કેટલાકે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર વધુને વધુ લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં તમે કંગનાને ઓફ-વ્હાઈટ અને ગોલ્ડન કલરના શરારા સૂટમાં જોઈ શકો છો. કંગના રનૌત તેના વીડિયોમાં સુરક્ષા સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં કંગના ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને તે હસે છે અને પોઝ પણ આપે છે. આ દરમિયાન કંગના ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાના લુકથી લોકોને દિવાના બનાવી દીધા હતા. જોકે આ વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

https://www.instagram.com/reel/CdGrRsbP5cI/?utm_source=ig_embed&ig_rid=07a18ad4-3e10-4bf3-a02f-2d6e62869e14

કંગના રનૌતના વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “કંગના ખૂબ જ સુંદર લાગે છે”. તો બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું છે કે, “હવે તેનું હિન્દુત્વ ડ્રામા ક્યાં ગયું”. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે કે, “કંગનાને પાર્ટીમાં જોઈને સલમાન પોતે પણ ચોંકી ગયો હશે”. આ રીતે લોકો આ વીડિયો પર ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે.