Not Set/ પેટ્રોલ ડીઝલના ભાવ પહોચ્યા આસમાને

કર્ણાટકમાં થયેલી ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલની કીમતોમાં સતત ભાવ વધારો ચાલી રહ્યો છે. વિપક્ષી દળોનો દાવો પણ બિલકુલ સાચો ઠરી રહ્યો છે. ૧૨ મે ના થયેલી કર્ણાટક ચુંટણીઓ બાદ ૧૩ મે થી પેટ્રોલ-ડીઝલ ની કિમતો સતત વધી રહી છે. છેલ્લા ૯ દિવસોમાં પેટ્રોલની કીમતોમાં એક રૂપિયા ૯૪ પૈસાનો વધારો થયો છે. સરકારના ખુબ આશ્વાશન પછી પણ […]

India Trending

કર્ણાટકમાં થયેલી ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલની કીમતોમાં સતત ભાવ વધારો ચાલી રહ્યો છે. વિપક્ષી દળોનો દાવો પણ બિલકુલ સાચો ઠરી રહ્યો છે. ૧૨ મે ના થયેલી કર્ણાટક ચુંટણીઓ બાદ ૧૩ મે થી પેટ્રોલ-ડીઝલ ની કિમતો સતત વધી રહી છે. છેલ્લા ૯ દિવસોમાં પેટ્રોલની કીમતોમાં એક રૂપિયા ૯૪ પૈસાનો વધારો થયો છે.

સરકારના ખુબ આશ્વાશન પછી પણ પેટ્રોલ ડીઝલની કીમતોમાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં આજે ફરી પેટ્રોલની કિમતમાં
પ્રતિ લીટર ૩૩ પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેનાથી પેટ્રોલની કીમત ૭૬ રૂપિયા ૫૭ પૈસા સુધી વધારો થઇ ગયો છે,
ડીઝલમાં પણ સોમવારે 25 પૈસા પ્રતિ લીટર જેટલો વધારો કરવામાં આવ્યો હતો. આજે રાજધાનીમાં ડીઝલ ૬૭ રૂપિયા ૮૨
પૈસામાં મળી રહ્યું છે. ભારતના ઈતિહાસમાં ક્યારે પણ પેટ્રોલ ડીઝલ આટલું મોંઘુ નથી વેચાયું, જેટલું મોંઘુ અત્યારે મોદી સરકારના
કાર્યકાળ માં વેચાઈ રહ્યું છે. દિલ્હીમાં મનમોહન સિંહ ની સરકાર વખતે પેટ્રોલના સૌથી વધારે ભાવ 14 સપ્ટેમ્બર ૨૦૧૩એ ૭૬
રૂપિયા સુધી પહોચ્યા હતા.

મહત્વનું છે કે, કર્ણાટક વિધાનસભા ચુંટણી દરમિયાન ૧૪ એપ્રિલ ૨૦૧૮ થી ૧૩ મે ૨૦૧૮ સુધી પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં
આવ્યો નહતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૪ રૂપિયા ૬૩ પૈસા હતી. વિપક્ષી દળોનો દાવો હતો કે કર્ણાટક વિધાનસભા ચુંટણીઓ ના
કારણે પેટ્રોલ ડીઝલના ભાવ માં વધારો કરવામાં આવતો નહતો, ચુંટણી ખતમ થતાજ મોદી સરકાર સામાન્ય માણસના ખિસ્સા
ખંખેરવાનું ચાલુ કરશે.

આગળ ની જેમજ રવિવારે પણ પેટ્રોલની કિંમતોમાં ૩૩ પૈસા પ્રતિ લીટર નો વધારો ઝીંકવામાં આવેલો હતો. દિલ્હીમાં પેટ્રોલની
કિંમત ૭૬ રૂપિયા ૫૭ પૈસા છે જયારે કોલકાતા માં ૭૯ રૂપિયા ૨૪ પૈસા, મુંબઈમાં ૮૪ રૂપિયા ૪૦ પૈસાઅને ચેન્નાઈમાં ૭૯
રૂપિયા ૪૭ પૈસા પ્રતિ લીટર છે.

દિલ્હીમાં ડીઝલની કિંમત ૬૭ રૂપિયા ૮૨ પૈસા, કોલકાતામાં ૭૦ રૂપિયા ૩૭ પૈસા, મુંબઈમાં ૭૨ રૂપિયા ૨૧ પૈસા અને ચેન્નાઈ માં
૭૧ રૂપિયા ૫૯ પૈસા પ્રતિ લીટર છે. પેટ્રોલ ડીઝલ માં થયેલા ભાવ વધારાની સીધી અસર આપણા પર પડે છે. શાકભાજી, ટ્રાન્સપોર્ટ
અને અન્ય દૈનિક ઉપયોગની વસ્તુઓમાં ભાવ વધારાનું સંકટ રહે છે.

દેશમાં પેટ્રોલ ડીઝલની ભડકે બળતી કિંમતોના સંદર્ભે પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે  હું માનું છું કે દેશના લોકો અને ખાસકરીને માધ્યમ વર્ગના લોકો પર પેટ્રોલ ડીઝલની કિંમતોની ખુબજ ખરાબ અસર પડે છે. ભારત સરકાર આ સમસ્યાનો અંત લાવવાનો ઉપાય ખુબજ ઝડપથી લાવી દેશે.