ભારતી આશ્રમ વિવાદ/ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઋષિ ભાારતી સામે અરજી,વિવાદની તપાસ CIDને સોંપવા રજૂઆત કરાશે

.ભારતી બાપુના સરખેજ સ્થિત આશ્રમની સત્તાને લઇને ગુરુ-શિષ્ય વચ્ચે શરૂ થયેલો વિવાદ ખુબ વધી ગયો  છે.

Top Stories Gujarat

ગુજરાતમાં હાલ ધાર્મિક સંસ્થાઓમાં વિવાદના સમાચાર સામે આવી રહ્યા છે પહેલા સાખેડા સ્વામિનારાયણ પંથના વિવાદ  થતાં હોઇકોર્ટમાં મામલો પોહચ્યો હતો,ફરીએકવાર આવો જ વિવાદ ભારતી આશ્રમને લઇને સામે આવ્યા છે.ભારતી બાપુના સરખેજ સ્થિત આશ્રમની સત્તાને લઇને ગુરુ-શિષ્ય વચ્ચે શરૂ થયેલો વિવાદ ખુબ વધી ગયો  છે.

આ વિવાદમાં હરિહરાનંદ ભારતીના શિષ્ય એ સોમવારે ઝુંકાવ્યું હતું. આ અંગે હરિહરાનંદના શિષ્ય યદુનંદ ભારતીજીએ ગુરુભાઇ ઋષિભારતી સામે સરખેજ પોલીસ મથકમાં અરજી કરી છે. જેમાં ઋષિભારતીએ પ.પૂ. વિશ્વંભર ભારતીજી બાપુના બ્રહ્મલીન થયાના 15 દિવસ બાદ તેમના નામનું બોગસ વીલ ઊભું કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં પરંતુ ઋષિભારતીએ અન્ય વિશ્વેશ્વરી માતાની મદદથી એક્સિસ બેંકમાં ખાતું ખોલાવી ટ્રસ્ટના નામે આવતાં રૂપિયા પોતાના અંગત કામમાં વાપરતાં હોવાનો તેમ જ ગુરુ હરિહરાનંદ ભારતીજીને ધમકીઓ આપીને ડરાવતાં હોવાનો આક્ષેપ કર્યો છે.

આ આક્ષેપો સામે ઋષિભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર પ્રકરણની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ અથવા સી.બી.આઇ.ને સોંપવાની માંગણી રાજયના પોલીસ મહાનિર્દેશક સમક્ષ કરવામાં આવશે. અને બેંકમાં ખાતા અંગે ટ્રસ્ટના ટ્ર્સ્ટીઓએ જ ઠરાવ કરીને મને સત્તા આપી હોવાનો ધડાકો કર્યો હતો. તેની સાથે સાથે વીલનો ઇસ્યુ સબજયુડીશ હોવાથી કોર્ટના ચુકાદાની રાહ જોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ તેમની સામે પોલીસમાં અરજી કરનારા યદુનંદજી સામે ફોજદારી ગુનાઓ નોંધાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેની સામે યદુનંદજીએ પોતાની સામે નાનો પણ કેસ હોય તો ભગવા છોડીને હિમાલયમાં જતાં રહેવાનો પડકાર ફેંકયો હતો.