રાજનીતિક/ બીજેપીએ ચિંતન શિબિરમાં અનેક મુદ્દે કર્યું મનોમંથન “આપ” ને રોકો અને અન્ય મુદ્દે મૌન રહો

ટિકિટ વહેચણી મુદ્દે બીજેપી બદલી શકે છે રણનીતિ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઘણા સિનિયરો થઈ શકે છે રિપીટ

Top Stories Ahmedabad Gujarat
ચિંતન શિબિર

બીજેપીની ચિંતન શિબિર યોજાઈ છે જેમાં તમામ દિગગજ નેતા કે જેઓ ગુજરાત બીજેપી માં નિર્ણય કરી શકે છે.કેટલાક મુદ્દે મતમતાંતર સામે આવી રહ્યા છે તો કેટલીક બાબતોમાં સહમતી સાથે નિર્ણય થયા હોવાનું સામે આવી રહ્યું છે. બાવળા ખાતે ચિંતન શિબિર યોજાઈ રહી છે.જેમાં અમિત શાહ હાજર છે.. પ્રદેશ નેતાઓ સાથે વન ટુ વન મુલાકાત કરી રહ્યા છે.અને આગળ ની રણનીતિ પર ચર્ચા કરી રહ્યા છે.આમ તો ગુજરાતમાં અત્યાર સુધી રાજકીય નિર્ણય મોદી-શાહ લેતા હોય છે.પણ છેલ્લા ઘણા  સમય થી પ્રદેશ નું સમીકરણ બદલાયું છે અને આનંદીબેન જૂથ સક્રિય છે અને અમિત શાહ જૂથ હાંસિયામાં ધકેલાઈ રહ્યું છે અને હાલમાં આંતરિક કલેહ પણ ચાલી રહ્યો છે.

હાલમાં સૂત્રો જણાવી રહ્યા છે કે ગઇકાલની બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઈ છે જેમાં મુખ્ય મુદ્દા હતા નરેશ પટેલ વધતો આમ આદમી પાર્ટીનો પગ પેસારો અને ટિકિટ વહેચણી. અમિત શાહ દ્વારા સુચના આપવામાં આવી છે કે નરેશ પટેલ મુદ્દે બીજેપી ના કોઈપણ નેતાઓ દૂર રહે.. તેના વિશે જાહેરમાં ચર્ચાઓથી બચે જ્યાં સુધી નરેશ પટેલ કોઈપણ રાજકીય નિર્ણય પર ના પહોંચે ત્યાં સુધી નરેશ પટેલ મુદ્દે ના કોઈ નિવેદન કરવું કે ના કોઈપણ જગ્યા પર જાહેર ચર્ચાઓ કરવી એક વખત નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરે ત્યારબાદ જ કોઈ ચોક્કસ તારણ પર પાર્ટી આવશે.

એ બાદ આમ આદમી પાર્ટી પર પણ ચર્ચા કરવામાં આવી હતી.. આમ આદમી પાર્ટી એ વધુ એક રાજ્યમાં સરકાર બનાવી છે. જેથી પાર્ટી આર્થિક રીતે સધ્ધર બની રહી છે જેથી રાજ્યમાં ચૂંટણી દરમિયાન ભરપૂર ભંડોળ મળી રહેશે અને તેનો લાભ પણ પાર્ટી લેશે.કેજરીવાલ જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે સરકાર પર મોંઘા આરોગ્ય અને શિક્ષણ બાબતે આક્ષેપ કરે છે. અને સતત સરકારને ઘેરવા પ્રયાસ કરે છે. સૌરાષ્ટ્ર માં લેઉવા પાટીદાર ઓબીસી અને એસસી મતદારો તો આ તરફ દક્ષિણ ગુજરાત માં એસટી સમુદાય બીજેપી થી નારાજ છે. અને એ તમામ મતદારો પર આપ ની નજર છે.અને એ દિશામાં જ આગળ વધી રહી છે તેને હવે કેવી રીતે રોકી શકાય તેના મુદ્દે ચર્ચા થશે.

તો રાજ્યમાં કેવી રીતે ટિકિટ વહેચણી કરવી તેને લઈને પણ પાટીલ અને ભુપેન્દ્ર પટેલ સાથે અમિત શાહે ચર્ચા કરી હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.પાર્ટીનો નિર્ણય છે કે 60 વર્ષથી મોટી વય ના નેતા અને 4 વખત ચૂંટણી લડેલા નેતાઓને ટિકિટ ના આપવી અને યુવાઓ અને નવા ચહેરા ને સ્થાન આપવું પરંતુ જો એવી નીતિ અપનાવવામાં આવે તો ચોક્કસ બીજેપી ને જોખમ ઉઠાવવું પડી શકે કારણ કે ઓછા અનુભવ સાથે કોઈપણ નેતા ચૂંટણી મેદાને આવે સાથે આમ આદમી પાર્ટી નું વધતું કદ જેમાં બીજેપી ને નુકશાન થાય શકે તેના જોખમ સાથે ચૂંટનજ લડવી પડે જેને લઈને જોખમ સાથે ચૂંટણી લડવી એના સ્થાને સેઈફ ગેમ રમી શકાય તેના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

તો એક બાબત એ પણ સામે આવી રહી છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એ મેસેજ જઈ રહ્યો છે કે પ્રદેશ બીજેપી માં ચોક્કસ નેતાના જૂથ નું જ કદ વધારે છે જેને લઈને પણ અત્યારે મેસેજ આપવા પ્રયાસ થયો છે જે પ્રમાણે ચિંતન શિબિરમાં નેતાઓને હાજરી છે એથી એક વાત તો સ્પષ્ટ છે કે પાર્ટીમાં જૂથવાદ નથી તમામ નેતાઓ સાથે મળીને જ ચૂંટણી લડે છે.

આ પણ વાંચો:તાજમહેલના 22 રૂમના વિવાદ વચ્ચે ASIએ જાહેર કરી તસવીરો, આ વાસ્તવિકતા આવી સામે 

આ પણ વાંચો:હીટ વેવ વિશે નાસાએ કહ્યું, ભારત, પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાના દેશોમાં ગરમીએ તોડ્યા રેકોર્ડ

આ પણ વાંચો:આસામમાં પુરના લીધે ટ્રેનમાં ફસાયેલા 119 મુસાફરોને એરર્ફોસે બચાવ્યા,જાણો

આ પણ વાંચો:જ્ઞાનવાપીમાં છેલ્લા દિવસનો સર્વે પૂર્ણ,કોર્ટમાં રિપોર્ટ દાખલ કરાશે