બેઠક/ રાજકોટમાં કોંગ્રેસની નરેશ પટેલ સાથેની બેઠક નિષ્ફળ,10 મિનિટમાં પૂર્ણ

નરેશ પટેલને લઇને તમામ પક્ષ સક્રીય રહે છે,તેમનું સમાજ પર પ્રભુત્વ વિશેષ છે જેના લીધે દરેક પાર્ટી નરેશ પટેલ તેમની સાથે જોડાય તે માટે કમરકસી રહી છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસે તેમની સાથે બેઠક કરી હતી.

Top Stories Gujarat Others Uncategorized
naresh
  • રાજકોટમાં નરેશ પટેલ સાથેની વધુ એક બેઠક નિષ્ફળ
  • માત્ર 10 મિનિટમાં બેઠક પૂર્ણ

નરેશ પટેલને લઇને તમામ પક્ષ સક્રીય રહે છે,તેમનું સમાજ પર પ્રભુત્વ વિશેષ છે જેના લીધે દરેક પાર્ટી નરેશ પટેલ તેમની સાથે જોડાય તે માટે કમરકસી રહી છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસે તેમની સાથે બેઠક કરી હતી. કોંગ્રેસના મોટા નેતા નરેશ પટેલને મળવા તેમના ફાર્મ હાઉસે પહોંચ્યા છે. જેમાં નરેશ પટેલના ફાર્મ ખાતે કોંગ્રેસ પ્રભારી  રઘુ શર્મા સહિત તમામ દિગ્ગજો બેઠકમાં હાજર રહ્યા હતા જેમાં પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા હાજર હતા.આ બેઠક જે માત્ર 10 મિનિટમાં પૂર્ણ થઇ ગઇ હતી,આ બેઠકમાં કોઇ નિર્ણય આવી શક્યું નથી.

આ બેઠક મામલે પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે કોંગ્રેસમાં સારા લોકો આવે એટલે બેઠક કરી છે.  . ચૂંટણીની પૂર્વ તૈયારી માટે આજે રાજકોટમાં બેઠક છે. તેમજ નરેશ પટેલ સાથે કોઈ રાજકીય મુલાકાત થઈ નથી. જ્યાં ગદ્દારો હોય ત્યાં સરદારના વારસની વાત ન હોય તેમ પણ જણાવ્યું હતું

છેલ્લા ત્રણેક મહિનાથી નરેશ પટેલની રાજકારણ એન્ટ્રી અંગે દરરોજ નવી નવી ચર્ચાઓ વહેતી થઈ છે. બીજી તરફ, નરેશ પટેલનાં પત્ની, પુત્ર અને બાદમાં તેમણે પોતે પણ રાજકારણમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી હતી. નરેશ પટેલ કોંગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો બનશે એવી વાતો વચ્ચે પ્રવર્તમાન સ્થિતિમાં કોંગ્રેસને બદલે AAPમાં જોડાશે એવી વાતો વહેતી થઈ છે. પોતાના સામાજિક પ્રભુત્વ મુજબ નરેશ પટેલ ભાજપ પાસેથી વધુ અપેક્ષા રાખે છે. તેઓ કઇ પાર્ટીમાં જોડાશે, ક્યારે જોડાશે એ સહિતની અટકળોએ રાજકીય બજાર ગરમ કર્યું હતું.

રાજકોટમાં 27 માર્ચે યોજાયેલા સમૂહલગ્નમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ સમક્ષ નરેશ પટેલ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે પાટીલે જવાબ આપવાનું ટાળ્યું હતું, એ પહેલાં પાટીલ રાજકોટ આવ્યા હતા ત્યારે નરેશ પટેલના ઘરે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ખોડલધામમાં પણ બંને મળ્યા હતા અને નરેશ પટેલ પોતાના મિત્ર હોવાની પણ પાટીલે વાત કરી હતી, પરંતુ રાજકોટમાં પાટીલે નરેશ પટેલ અંગે મૌન સેવીને આશ્ચર્ય સર્જ્યું હતું.