Gandhinagar News/ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થયું છે. થોડા દિવસના વિરામ બાદ હવે મેઘરાજાની મહેર ગુજરાત ઉપર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરે છે. ત્યારે આજે ગુજરાતના 13 જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News:  ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થયું છે. થોડા દિવસના વિરામ બાદ હવે મેઘરાજાની મહેર ગુજરાત ઉપર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરે છે. ત્યારે આજે ગુજરાતના 13 જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપેરશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવાર 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમર્જન્સી ઓપેરશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 14 ઓગસ્ટ 2024, બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના તાલાલામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપેરશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવાર 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 17 તાલુકા એવા છે જેમાં અડધા ઈંચથી અઢી ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 14 ઓગસ્ટ 2024, બુધવારના દિવસે ગુજરતાના 13 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહદો, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ પડશે.

આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી,ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, ડાંગ, તાપી તેમજ કચ્છ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં સામાન્ય વરસાદ રહેશે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો