Gujarat rainforecast/ આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર

રાજ્યમાં વરસાદનું પ્રમાણ સૌથી ઓછું છે તેવા ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.

Gujarat Gandhinagar Breaking News

Ahmedabad News:  રાજ્યમાં વરસાદનું પ્રમાણ સૌથી ઓછું છે તેવા ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રહ્માના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.

ગુજરાતમાં 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં નહીં પડે વરસાદ. 17થી 21 ઓગસ્ટ સુધી અમુક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1થી 3 ઈંચ સુધી પડી શકે છે વરસાદ. ગુજરાતમાં આખા ઓગસ્ટ મહિનામાં ખુબ જ સારા વરસાદની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે.

આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદથી ઝાપટાં રહેવાની શક્યતાઓ છે. જ્યારે આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા થશે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટથી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.

ઓગસ્ટ મહિનો વરસાદથી છલોછલ રહેશે. કારણકે, હાલ બંગાળની ખાડીમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં બનશે લો પ્રેશર. ખાસ કરીને તેની અસર 22 થી 30 એટલેકે, ઓગસ્ટના છેલ્લાં સપ્તાહમાં વધારે જોવા મળશે.

ગુજરાત ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આગામી 48 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ સાથે ક્યાંક રેડ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ બે દિવસ બાદ સિસ્ટમ નબળી થતાં રાજ્યમાં હળવો વરસાદની માહોલ રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યુંકે, ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતાં 17થી 24 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ભુક્કા બોલાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો