દેશમાં લાંચિયા અધિકારીઓનો જોટો જડે તેમ નથી. વર્ષે દિવસે લાખો રૂપિયાનો પગાર મેળવતા અધિકારીઓ સામાન્ય જનતાના નાના કામો કરવા માટે મોટી લાંચ માંગતા હોય છે. જોકે સરકારે હવે આવા અધિકારીઓ સામે લાલ અંખ કરી છે. પરંતુ આ અધિકારીઓને જાણે સત્તાનો એવો નશો ચઢ્યો હોય છે કે પૈસા સિવાય કાઈ દેખાતું જ નાતી. અને ગેરરીતી આચરવા બદલ સરકાર અવાર નવાર આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરતી પણ જોવા મળે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર ખાતે એક સનદી અધિકારીને ત્યાં CBIના દરોડા પાડવામાં આવ્યા છે. ગેરરીતિના આરોપસર અધિકારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીનગરમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે.રાજેશને ત્યાં CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કે.રાજેશ 2011ની બેચના IAS અધિકારી છે. બંદુકના લાયસન્સમાં ગેરરીતિનો આરોપસર તેમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
દિલ્હી CBIમાં FIR થયા બાદ મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કે.રાજેશના વતન માં પણ તપાસ કરવામાં આવશે. કે.રાજેશ આંધ્રપ્રદેશના વતની છે.
