વાહ/ વીરનર્મદ યુનિવર્સિટીમાં માર્કશીટ ઉપર પરીક્ષાકેન્દ્ર લખાશે નહિ કારણકે…..

વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેનું સામાન્ય જીવન જીવી શકે અને તેને તેનો ભૂતકાળ નડતરરૂપ બને નહિ તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat
વીરનર્મદ

વીરનર્મદ યુનિવર્સિટી હંમેશા નવું અને વિદ્યાર્થીઓના હિતલક્ષી કાર્ય કરવા માટે જાણીતી છે. વિદ્યાર્થી વિષે વિચારીને વધુ નિર્ણય લેવામાં આવ્યો છે. વીરનર્મદ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં હવે પરીક્ષા કેન્દ્ર લખવામાં આવશે નહિ.

વીરનર્મદ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કીએ હવેથી વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અને માર્કાશીટમાં વિદ્યાર્થીઓનું પરીક્ષા સ્થળ લખવામાં આવશે નહિ. કારણકે ઘણીવાર કેટલાક વિદ્યાર્થીઓ જેલમાંથી પરીક્ષા આપતા હોય છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ તેની સજા પણ પૂર્ણ થઇ જાય અને તે સામાન્ય જીવન વિતાવવા પ્રયત્ન કરે છે અને જોબ મેળવવાની વાત આવે છે ત્યારે માર્કશીટમાં લખેલું જેલ તેને ભવિષ્યમાં નડતરરૂપ બની શકે છે. આથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેનું સામાન્ય જીવન જીવી શકે અને તેને તેનો ભૂતકાળ નડતરરૂપ બને નહિ તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

123

આ પણ વાંચો : મોંઘા પેટ્રોલના મામલે ભારત વિશ્વમાં 42મા નંબરે, જાણો કયા દેશોમાં કેટલું મોંઘુ વેચાય છે