Not Set/ કોરોનાના વળતા પાણી, આજે નોધાયાં માત્ર 352 નવા કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 04 લોકોનાં  મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  1006, છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 802187 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા  8884 છે.

Top Stories Gujarat Others

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 352 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,20,588 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 04 લોકોનાં  મૃત્યુ થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  1006, છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 802187 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા  8884 છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,007 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.રાજ્યમાં હાલ 219 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં 2,08,21,654 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,63,630 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 48 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 48 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 23 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 29 કેસ, જ્યારે ગ્રામ્યમાં 21 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 22 કેસ અને ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે