Election/ AIMIM Effect..!! ભાજપે 31 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી, મુસ્લિમ ઉમેદવારોનાં સહારે ભાજપની કેટલીય બેઠકો…

ભાજપે 31 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી, મુસ્લિમ ઉમેદવારોનાં સહારે ભાજપની કેટલીય બેઠકો…

Gujarat Others

@મુનિર પઠાણ, ભરૂચ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મોસમ જામી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગત સાંજે ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 ન.પા ની બેઠકો માટે ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને લઘુમતી સમાજના 31 જેટલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

Image result for bjp flage

ભાજપે સૌથી વધુ ભરૂચ તાલુકામાં 8 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી છે તો બીજી તરફ હાંસોટ તાલુકામાં 1, વાલિયા તાલુકામાં 1, જંબુસર તાલુકામાં 2, આમોદ તાલુકામાં 3, અંકલેશ્વર તાલુકામાં 1, વાગરા તાલુકામાં 4 લઘુમતી ઉમેદવારોને ટીકીટ ફાળવી છે, તો નગરપાલીકામાં પણ ભરૂચ ન.પા માં 2, અંકલેશ્વર ન.પા માં 3, આમોદ ન.પા માં 1 તેમજ જિલ્લા પંચાયતની બેઠક પર 2 ઉમેદવારોને ટીકીટ ફાળવી કુલ 31 જેટલા મુસ્લિમ ઉમેદવારોના સહારે ભારતીય જનતા પાર્ટીની કેટલીય બેઠકો નિર્ભર થઈ છે.

Image result for bjp flage

મહત્વનું છે કે કોંગ્રેસ, બીટીપી અને ઓવૈસીની AIMIM ના ઉમેદવારો જાહેર કરવામાં હજુ સુધી સત્તાવાર બાકી હોય અનેક એવી બેઠકો હશે જ્યાં મુસ્લિમ ઉમેદવારો વચ્ચે રસપ્રદ ચૂંટણીનો જંગ બની રહે તેવા એંધાણ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહિ, અને લોકચર્ચા મુજબ મતોનું ધ્રુવીકરણ ત્રીજા પક્ષ માટે લાભદાય નીવડે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી તેવું કેટલાય રાજકીય પંડિતોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

Election / પ્રદેશ ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, જીતુ વાઘાણીની થઇ બાદબાકી

covid19 / દેશમાં 24 કલાકમાં  9 હજાર નવા કેસ,  15 હજાર દર્દી રિકવર

Political / કાશ્મીરમાં કાળો બરફ પડે તે દિવસે હું ભાજપમાં જોડાઈશ – ગુલામ નબી આઝાદ

લદ્દાખ / ચીને બે દિવસમાં 200 ટેંક દુર કરી, ઝડપથી ખાલી કરી રહ્યું છે પેંગોંગ ત્સો વિસ્તાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…