ગાંધીનગરના કલોલમાં સઇજ ગામની GIDCમાં ફાર્મા કંપનીમાં અગ લાગવાની ઘટના ઘટી છે. આગની જાણ થતા શહેરભરમાંથી 6 ફાયર ટીમો ઘટના સ્થળે પહોચીને આગને કાબુ કરવા પ્રયત્ન કરી રહી છે પરંતુ આગ ભયાનક સ્વરૂપ ધારણ કરી ચુકી હોવાથી આગને કાબુ કરાવી મુશ્કેલ બની રહી છે. હાલમાં જાનહાની થઇ છે કે કેમ અને કેટલા લોકોને ઈજા થઇ છે તે શોધખોળ ચાલી રહી છે. પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આગને કાબુ કરવા જ પ્રયત્ન કરી રહ્યા છે. અગ લાગવાનું કારણ શોધાઈ રહ્યું છે.

આ પણ વાંચો : રાજ્યમાં હવામાનમાં પલટો : ગરમીનો પારો નીચે સરકતા રાહત
