29 મેએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ/ IPL ફાઇનલની ટિકિટો ગણતરીના કલાકોમાં વેચાઇ ગઇ,જાણો વિગત

ગુજરાતના લોકોના ક્રિકેટ પ્રત્યેના પ્રેમને કારણે પહેલીવાર અમદાવાદમાં આઇપીએલની સિઝન 15ની બે મોટી મેચ શહેરમાં બનેલા મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

Top Stories Sports

અમદાવાદમાં પહેલીવાર આઇપીએલની ક્વોલિફાયર અને ફાઇનલ મેચ રમાશે. ગુજરાતના લોકોના ક્રિકેટ પ્રત્યેના પ્રેમને કારણે પહેલીવાર અમદાવાદમાં આઇપીએલની સિઝન 15ની બે મોટી મેચ શહેરમાં બનેલા મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. જેને કારણે અમદાવાદના ક્રિકેટપ્રેમી લોકોમાં ઉત્સાહ છે,જેના લીધે માત્ર 36 કલાકમાં જ ટિકિટો વેચાઇ ગઇ હતી આઇપીએલની ટિકિટ માત્ર ઓનલાઇન જ મળી રહી છે, કોઇ સ્થળ કે ગ્રાઉન્ડ પર ટિકિટનું વેચાણ કરાઇ રહ્યું નથી. પરંતુ જે લોકોને ટિકિટ મળી છે તે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ઘણાબધા ક્રિકેટ રસિકોને ટિકિટ ના મળતા હતાશ થયા હતા.

29 મેએ આઇપીએસની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઇપીએલની મેચની ટિકિટ માત્ર ઓનલાઇન જ વેચાઇ રહી હોવાથી ફાઇનલ માટેની ટિકિટનું વેચાણ શરૂ થયાના 36 કલાકમાં જ તમામ ટિકિટનું ઓનલાઇન વેચાણ થઇ ગયું હતું. હાલમાં ઓનલાઇન વેબસાઇટ પર તમામ ટિકિટો વેચાઇ ગઇ હોવાનું બતાવાઇ રહ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસીએશનના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આઇપીએલની ફાઇનલ મેચ માટેની ટિકિટનું વેચાણ 20 મેથી શરૂ કરાયું હતું. તબક્કાવાર મોટાભાગની ટિકિટો બુક થઈ ચૂકી છે.

આઇપીએલની ફાઇનલ મેચ પૂર્વે પાંચ દિવસ બાકી છે. જે લોકોને ઓનલાઇન ટિકિટ મળી નથી તેવા લોકો સ્ટેડિયમ પર વેચાતી હોવાના અંદાજ સાથે આવે છે. પરંતુ તમામ ટિકિટો માત્ર ઓનલાઇન હોવાથી સ્ટેડિયમ પર પણ ટિકિટ મળતી નથી. જેથી તેઓને આસપાસ ફરતા ઘણા લોકો બ્લેકમાં ટિકિટ વેચવાની ઓફર કરે છે. આ લોકો ટિકિટના ભાવથી ત્રણથી ચાર ગણી કિંમત વસૂલે છે.