Photos/ આ છે જાપાનની સૌથી સુંદર 5 અભિનેત્રીઓ, તેમની સુંદરતા સામે બોલિવૂડની હિરોઈન પણ લાગશે ફિક્કી

જાપાનનો ફિલ્મ ઉદ્યોગ વિશ્વનો સૌથી જૂનો અને સૌથી મોટો ફિલ્મ ઉદ્યોગ માનવામાં આવે છે. સ્થાનિક ભાષામાં તેને ‘હોગા’ કહે છે. તો આવો આજે અમે તમને જાપાનની 5 સૌથી સુંદર અભિનેત્રીઓ વિશે જણાવીએ.

Trending Photo Gallery
જાપાનની

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં જાપાનની મુલાકાતે છે. મોદી અહીં QUAD સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે. ક્વોડમાં જાપાન અને ભારત ઉપરાંત યુએસ અને ઓસ્ટ્રેલિયા પણ છે. જાપાન પ્રવાસ દરમિયાન પીએમ મોદી ત્યાંના ભારતીય સમુદાયને પણ મળશે. આપને જણાવી દઈએ કે જાપાન માત્ર આધુનિક ટેક્નોલોજીમાં જ આગળ નથી, પરંતુ ત્યાંની ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને અભિનેત્રીઓ પણ ખૂબ પ્રખ્યાત છે. ઘણી અભિનેત્રીઓ સુંદરતાના મામલે બોલિવૂડની અભિનેત્રીઓને પણ પાછળ છોડે તેવી છે. જાપાનનો ફિલ્મ ઉદ્યોગ વિશ્વનો સૌથી જૂનો અને સૌથી મોટો ફિલ્મ ઉદ્યોગ માનવામાં આવે છે. સ્થાનિક ભાષામાં તેને ‘હોગા’ કહે છે. તો આવો આજે અમે તમને જાપાનની 5 સૌથી સુંદર અભિનેત્રીઓ વિશે જણાવીએ.

1- નોઝોમી સસાકી (NOZOMI SASAKI)

નોઝોમી સસાકી એક પ્રખ્યાત જાપાનની મોડલ અને અભિનેત્રી છે. ઈજીમા અકીતામાં 8 ફેબ્રુઆરી, 1988ના રોજ જન્મેલી નોઝોમીએ 14 વર્ષની ઉંમરે મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની પહેલી ફિલ્મ ધ હેન્ડસમ સૂટ છે, જે 2008માં રિલીઝ થઈ હતી. તેણીએ 2009 માં ટીવી સીરીયલ Kamei no Shizuko થી નાના પડદે પ્રવેશ કર્યો હતો.

2- કસુમી અરિમુરા (KASUMI ARIMURA)

જાપાની અભિનેત્રી કસુમી અરિમોરાનો જન્મ 13 ફેબ્રુઆરી, 1993ના રોજ જાપાનના ઇટામીમાં થયો હતો. તેણે 2010માં ટીવી સીરિયલ ધ વુમન ઓફ સ્ટીલથી કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મોની વાત કરીએ તો, અરિમુરાએ 2011માં ફિલ્મ હનક્યુ રેલ્વેઝ અ 15 મિનિટ મિરેકલથી ડેબ્યૂ કર્યું હતું.

3- સાયકા ઇસોયામા(SAYAKA ISOYAMA)

સાયકા ઇસોયામાનો જન્મ 23 ઓક્ટોબર, 1983ના રોજ ઇબરાકી, જાપાનમાં થયો હતો. ઇસોયામાએ 2005માં મિસ માચિકો ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. જો કે, તે ફિલ્મોમાં આવતા પહેલા જ ટીવીમાં પ્રવેશ કરી ચૂકી હતી. ઇસોયામાએ 2001માં ટીવી સિરિયલ હીરોથી ડેબ્યૂ કર્યું હતું. તે પછી તે ઘણી સિરિયલોમાં જોવા મળી છે.

4- હિકારી મિત્સુસિમા (HIKARI MITSUSIMA)

30 નવેમ્બર, 1985 ના રોજ ઓકિનાવા, જાપાનમાં જન્મેલી હિકારીએ માત્ર 12 વર્ષની ઉંમરે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 1997 માં, તે પ્રથમ વખત ફિલ્મ રીબર્થ ઓફ મોથરા 2 માં જોવા મળી હતી. આ પછી તેણે ડેથ નોટ, શાઓલીન ગર્લ, લવ એક્સપોઝર, પ્રાઈડ, કાકેરા, હેરાકિરી, મોટેકી જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેણે 2006માં ટીવી સીરિયલ અલ્ટ્રામેન મેક્સમાં પણ કામ કર્યું છે.

5- હરુકા અયાસે (HARUKA AYASE)

હરુકા અયાસેનો જન્મ 24 માર્ચ, 1985ના રોજ હિરોશિમામાં થયો હતો. હરુકાએ પણ પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. 2001માં તેની પ્રથમ સીરીયલ ધ કિન્ડાઈચી કેસ ફાઈલ આવી હતી. ફિલ્મોની વાત કરીએ તો હરુસાએ 2002માં જસ્ટિસ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આમાં તેણે હોશીનું પાત્ર ભજવ્યું હતું.

આ પણ વાંચો:કર્મચારીઓએ 26 જુલાઈ સુધી સરકારી આવાસ કરવા પડશે ખાલી, જાણો શું છે આદેશ

આ પણ વાંચો:પૂર્વ કિવી કેપ્ટનની આગાહી – રાજસ્થાન રોયલ્સ પ્રથમ ક્વોલિફાયરમાં જીતવાની પૂરી શક્યતાઓ

આ પણ વાંચો: અખિલેશ યાદવ વિરુદ્ધ કોર્ટમાં FIR દાખલ, જાણો સપા પ્રમુખની જ્ઞાનવાપીના ક્યા નિવેદનથી નારાજગી

logo mobile