World News/ નોસ્ત્રાદેમસની એક ભવિષ્યવાણીથી દુનિયાભરમાં ખળભળાટ…વર્ષ 2025નો અંત ભયંકર થઇ શકે છે!

નોસ્ત્રાદેમસે દુનિયાના ઘણા દેશોનું ભવિષ્ય ભાખ્યું હતું જેમાં ભારત પણ સામેલ છે. વર્ષ 2025 માટે એમણે એક એવી આગાહી કરેલી છે જે અત્યંત ડરામણી અને ભયંકર છે!

World Trending

World News: વિશ્વભરમાં એવા કેટલાય ભવિષ્યવેત્તા થઇ ચૂક્યા છે કે, જેમણે એવી સચોટ ભવિષ્યવાણીઓ કરી છે જે વાસ્તવમાં સાચી પણ ઠરેલી છે. આવા ખ્યાતનામ આગાહી કરનારા ધુરંધરોમાં નોસ્ત્રાદેમસ (Nostradamus)નું નામ અવ્વલ પંક્તિમાં સામેલ છે. એમની તથા અન્ય એક ભવિષ્ય ભાખનારા બાબા વેંગા (Baba Venga)ની પણ અનેક ભવિષ્યવાણીઓ (Prophecies) સત્ય સાબિત થઇ છે. નોસ્ત્રાદેમસે દુનિયાના ઘણા દેશોનું ભવિષ્ય ભાખ્યું હતું જેમાં ભારત (India) પણ સામેલ છે. વર્ષ 2025 માટે એમણે એક એવી આગાહી કરેલી છે જે અત્યંત ડરામણી અને ભયંકર છે!

આ ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પર એના પડોશી દેશો ચીન અને પાકિસ્તાન (China & Pakistan) એકસાથે મળીને હુમલો (Attack) કરી શકે છે!! જ્યારે-જ્યારે પણ ચીન કે પાકિસ્તાન સાથે ભારતના સંબંધો તણાવની સ્થિતિમાં મૂકાય છે ત્યારે-ત્યારે આ ભવિષ્યવાણીનો ઉલ્લેખ અવશ્ય કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે, આ વાતના મૂળમાં આખરે શું છે?

આશરે 460 વર્ષ અગાઉ નોસ્ત્રાદેમસે દુનિયામાં બનનારી તમામ મોટી ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરી હતી. નોસ્ત્રાદેમસે પરમાણુ હુમલો, 9/11 એટેક, પ્રિન્સેસ ડાયના તથા હિટલરથી માંડીને રાજીવ ગાંધી (Nuclear Attack, 9/11 Attack, Princess Diana, Hitler, Rajiv Gandhi) આ તમામ હસ્તીઓ અંગે ભવિષ્યવાણી કરી હતી. નોસ્ત્રાદેમસની આ તમામ આગાહીઓ સચોટ પુરવાર થઇ હતી.

નોસ્ત્રાદેમસે ભારતનું શું ભવિષ્ય ભાખ્યું હતું?

નોસ્ત્રાદેમસે ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર બનશે એવા સંકેતો આપ્યા હતા. આ ઉપરાંત, ભારતીય રાજનીતિના સમગ્ર દુનિયા પર પડનારા પ્રભાવ વિશે પણ એમણે જણાવ્યું હતું. નોસ્ત્રાદેમસે પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે ચીન અને પાકિસ્તાન ભારત પર હુમલો કરી શકે છે. આ યુદ્ધની શરુઆત ચીન દ્વારા કરવામાં આવશે. નોસ્ત્રાદેમસની આ ભવિષ્યવાણી ત્રીજા વિશ્વયુદ્ધ અંગેની હતી. એમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ગંગા નદી (Ganga)ના મુખતટે એક મોટું યુદ્ધ છેડાશે!

આ ઉપરાંત, નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2025ના અંત પહેલા એક વધુ મહામારી ટકોરા મારશે!

જૂની મહામારી પાછી આવશે?

નોસ્ત્રાદેમસે આગળ લખ્યું છે કે, એક એવો સમય હશે કે એક લાંબા યુદ્ધ (War) દરમિયાન, આખી સેના થાકી જશે, આથી સૈનિકો માટે પૈસા પણ નહિં બચે! સોના કે ચાંદીની જગ્યાએ એમની પાસે ચામડાના સિક્કા, પિત્તળ અને ચાંદના અર્ધચંદ્ર હશે. એવું લાગશે કે એક યુદ્ધની સમાપ્તિ સાથે જ એક અન્ય યુદ્ધ શરુ થઇ જશે અને આ એક વધુ મહામારી (Epidemic)ની શરુઆત હશે!

શું ઉલ્કા પિંડ પૃથ્વી સાથે ટકરાશે?

બ્રિટાનિકા અનુસાર, નોસ્ત્રાદેમસે ઇંગ્લેન્ડમાં એક સંઘર્ષનો પ્રારંભ, એક ઉલ્કા પિંડ (Meteorite)નું પૃથ્વી સાથે ટકરાવું અને એક જળસ્થળ સાથે સંબંધ ધરાવતા નેતા (Leader)નો સત્તામાં ઉદય થવાના સંકેતો આપ્યા છે. જો કે, એમણે લાંબા અરસાથી ચાલતા એક યુદ્ધના અંત થવાની પણ ભવિષ્યવાણી કરી છે.

બ્રહ્માંડથી આવશે આગનો ગોળો?

નોસ્ત્રાદેમસે આગળ લખ્યું છે કે, આપણા આવનારા યુદ્ધ ઉપરાંત, નવ વર્ષ (New Year)ની યોજનાઓ અત્યારે ન બનાવવાના પણ અનેક કારણો છે. એમણે જણાવ્યા અનુસાર, આપણે એક એવા ક્ષુદ્રગ્રહ સાથે ટકરાઇશું કે જે બધાના જીવનનો અંત આણી દેશે!!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ 4 રાશિઓની સંપત્તિ કરોડો સુધી પહોંચશે: બાબા વેંગાની ભવિષ્યવાણી

આ પણ વાંચો: સાયલન્ટ કિલર દરેક ઘરમાં પહોંચ્યો, પરિણામો ખતરનાક હશે, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી

આ પણ વાંચો: ધરતી ધ્રુજી ઉઠશે, સર્વનાશ આવશે: બાબા વેંગાની સૌથી ભયાનક આગાહીઓ