બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડે ગોવામાં ન્યૂડ ફોટોશૂટ અને વીડિયોગ્રાફીના મામલે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. અહેવાલ છે કે ગોવા પોલીસે પૂનમ પાંડે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ પહેલા વર્ષ 2020માં પૂનમ પાંડે સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પૂનમ પાંડે પર ચપોલી ડેમ પર વાંધાજનક વીડિયો બનાવીને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ કેસમાં પૂનમ પાંડે ઉપરાંત ગોવા પોલીસે તેના પતિ સેમ બોમ્બેનો પણ સમાવેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ તેના પતિ સેમ સાથે વર્ષ 2020માં કાન્કોનાની મુલાકાતે આવી હતી. જ્યાં પૂનમ પર સાર્વજનિક સ્થળે ખોટી રીતે વીડિયો શૂટ કરવાનો આરોપ છે. જેના કારણે કેટલાક લોકો મુશ્કેલીમાં આવી ગયા. આટલું જ નહીં, પૂનમ પાંડેએ તે વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો હતો જે પછીથી વાયરલ થયો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ પૂનમ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બાદ પૂનમ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, હાલમાં જ કંગના રનૌતના શો લોકઅપમાં જોવા મળેલી પૂનમ પોતાની પ્રાઈવેટ એપ ચલાવે છે જેમાં તે પોતાના વીડિયો અને ફોટો શેર કરે છે. આ એપને સબસ્ક્રાયબ કરવાની રહેશે જેના માટે અલગ-અલગ ચાર્જ પણ લેવામાં આવે છે. આ માટે પૂનમ પાંડે વીડિયો શૂટ કરી રહી હતી. પૂનમ ટોપલેસ હોવાના કારણે વિવાદોમાં ફસાઈ ચૂકી છે. પૂનમ પાંડેએ પણ નશા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
આ પણ વાંચો: જાણો, હાર્દિક પટેલ ક્યારે જોડાશે BJP માં, કમલમમાં જઈને ધારણ કરશે કેસરિયો
આ પણ વાંચો:કાશ્મીરમાં કુલગામમાં મહિલા શિક્ષક પર આતંકી હુમલો ,હોસ્પિટલમાં મોત
આ પણ વાંચો:દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન આજે કોર્ટમાં થશે હાજર, જાણો EDએ શા માટે કરી ધરપકડ?

