રેવાડી,
હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના રેવાડી ખાતે ૧૯ વર્ષની વિદ્યાર્થીનું અપહરણ કરાયા બાદ કથિત રીતે કરવામાં આવેલા ગેંગરેપની વધુ એક દર્દનાક ઘટના સામે આવી છે. જો કે ત્યારબાદ પીડિતાની માતાએ એક વીડિયો દ્વારા પ્રધાનમંત્રી મોદી પાસે ન્યાય માટે મદદ માંગી છે.
“મોદી જી કહે છે બેટી બચાઓ, બેટી પઢાઓ, પરંતુ કેવી રીતે ?
Rewari: Woman alleges her daughter was kidnapped&ganag-raped by a group of men y'day,says, "My daughter was rewarded by Modi ji after she topped the CBSE board exams. Modi ji says 'Beti Padho, Beti Bacho', but how? I want justice for my daughter. Police has taken no action yet. " pic.twitter.com/n1t2avUsi1
— ANI (@ANI) September 14, 2018
આ વીડિયોમાં માતા કહી રહી છે કે, ” “CBSE બોર્ડ એક્ઝામમાં ટોપ કર્યા બાદ મારી દીકરીને પ્રધાનમંત્રી મોદી જી દ્વારા સન્માનિત કરવામાં આવી છે”.
Rewari: Woman alleges her daughter was kidnapped & gang-raped by a group of men yesterday, says, "Modi ji says 'Beti Padho, Beti Bacho', but how? I want justice for my daughter. Police has taken no action yet." pic.twitter.com/L6WsT4F6Gl
— ANI (@ANI) September 14, 2018
તેઓએ વધુમાં કહ્યું, “મોદી જી કહે છે બેટી બચાઓ, બેટી પઢાઓ, પરંતુ કેવી રીતે ?. હું મારી દીકરી માટે ન્યાય ઈચ્છી રહી છું”.
પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા અંગે તેઓએ જણાવ્યું, “પોલીસ દ્વારા આ મામલે કોઈ પણ એક્શન લેવામાં આવી રહી નથી”.
અપહરણ બાદ કરવામાં આવ્યો ગેંગરેપ
મહત્વનું છે કે, બુધવારે જયારે પીડિત યુવતી કોચિંગ પરથી પોતાના ઘરેથી જઈ રહી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. થોડાક અંતરથી આરોપીઓ કાર લઈને આવ્યા અને તેને લિફ્ટ આપવાની વાત કહી હતી.
ત્યારબાદ આરોપીઓ યુવતીને લિફ્ટ આપીને એક અજ્ઞાત જગ્યાએ લઈ ગયા જતા અને તેને કેફી પદાર્થ પીવડાવીને ગેંગરેપ કર્યો હતો.
