Anand/ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને પત્નીએ અન્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા, બનાવ્યો વીડિયો

રેશ્મા પટેલને સમાચાર મળ્યા કે તેમનો પતિ એક મહિલા સાથે રૂમમાં છે. આ દરમિયાન રેશ્મા પટેલ કેટલાક લોકો સાથે ત્યાં પહોંચી હતી

Top Stories Gujarat Others
ભરતસિંહ સોલંકી

ગુજરાતના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેમની પત્ની રેશ્મા પટેલે બનાવ્યો છે. રેશ્મા પટેલે ભરતસિંહ સોલંકી પર અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે બંને વચ્ચે કાયદાકીય લડાઈ પણ ચાલી રહી છે.

રેશ્મા પટેલે બનાવ્યો વીડિયો

તાજેતરમાં રેશ્મા પટેલને સમાચાર મળ્યા કે તેમનો પતિ એક મહિલા સાથે રૂમમાં છે. આ દરમિયાન રેશ્મા પટેલ કેટલાક લોકો સાથે ત્યાં પહોંચી હતી અને મહિલા સાથે મારપીટ કરતો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે રેશ્મા મહિલાને કંઈક કહેતી જોવા મળી રહી છે અને તેને થપ્પડ પણ મારે છે.

મહિલા ચહેરો છુપાવવાનો કરે છે પ્રયાસ

રેશ્મા પટેલની સાથે આવેલા લોકોએ મહિલાનો વીડિયો બનાવ્યો. મહિલા કોઈ રીતે પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરે છે, જેમાં રેશમા મહિલાની નજીક જાય છે અને તેને થપ્પડ મારે છે.

ભરતસિંહ સોલંકી પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે. રેશ્મા અને ભરતસિંહની કાનૂની લડાઈને લઈને બંનેએ અખબારના માધ્યમથી ઘણી વખત એકબીજાને નોટિસ મોકલી છે.

જૂનો વિવાદ

આપને જણાવી દઈએ કે આ કોઈ નવો મામલો નથી, આ પહેલા પણ પતિ-પત્ની એકબીજા પર મારપીટનો આરોપ લગાવી ચુક્યા છે. થોડા મહિના પહેલા ભરતસિંહ સોલંકી પર તેમની પત્ની રેશ્માએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. રેશ્માએ કહ્યું કે તે ભરતસિંહને છૂટાછેડા નહીં આપે. તેણીએ બોરસદ કોર્ટમાં પતિ વિરૂધ્ધ અરજી પણ કરી હતી. બંને વચ્ચે આ વિવાદ કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે.

રેશ્માએ ઘણી વખત આરોપ લગાવ્યો છે કે ભરતસિંહ પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરે છે. રેશ્માએ એક વખત આરોપ લગાવ્યો હતો કે તેમના પતિએ તેમને ઘરમાંથી કાઢી મુકી હતી. પરિવારની ઈજ્જત બચી રહે એટલે તે વિદેશ ગઈ, પણ જ્યારે તે પાછી આવી ત્યારે ભરતસિંહે તેને ફરીથી ઘરની બહાર કાઢી મૂકી.

આ પણ વાંચો:યુદ્ધને લઈને રશિયા પર ગુસ્સો ઉતારવા સેનિટાઇઝર મશીન પર આ રીતે ડિઝાઇન કરી દીધી પુતિનની પેઇન્ટિંગ 

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન સમાપ્ત, આ ત્રણ રાજ્યોમાં જોરદાર સ્પર્ધા

આ પણ વાંચો:આ ચોમાસું દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે, જાણો કયું રાજ્ય સૌથી પહેલા દસ્તક આપશે

logo mobile