જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં વિસ્ફોટમાં ત્રણ જવાનો ઘાયલ થયા છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટ એક ખાનગી વાહનમાં થયો હતો. જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.કાશ્મીર ઝોન પોલીસ દ્વારા વહેલી સવારે ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, “શોપિયાંમાં ભાડે રાખેલા ખાનગી વાહનની અંદર વિસ્ફોટ થયો હતો. ત્રણ સૈનિકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
J&K | A blast took place inside a private hired vehicle at Sedow, Shopian. 3 soldiers injured & shifted to hospital. Nature & source (blast due to grenade or already planted IED inside vehicle or malfunctioning of battery) of blast being investigated & will be shared: IGP Kashmir pic.twitter.com/byzJRClzzI
— ANI (@ANI) June 2, 2022
આ પહેલા બુધવારે સાંજે શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા એક નાગરિકને ગોળી મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો. આ ઘટના શોપિયાં જિલ્લાના કીગામના રખ-ચિદ્રેન ગામમાં બની હતી. એક દિવસ પહેલા જ કુલગામમાં આતંકવાદી હુમલામાં 36 વર્ષીય શિક્ષિકા રજની બાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પીડિત ફારુક અહેમદ શેખ પર આતંકવાદીઓએ કીગામના ચિદ્રેન ખાતે રાત્રે લગભગ 9 વાગ્યે ગોળીબાર કર્યો હતો.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ફારૂક અહેમદ શેખને પગમાં ઈજા થઈ છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલમાં, તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.” પોલીસે આ સંદર્ભે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પ્રવક્તાએ કહ્યું, “તપાસ ચાલુ છે અને અધિકારીઓ એવા સંજોગો શોધવા માટે સતત કામ કરી રહ્યા છે કે જેણે આવી આતંકવાદી પ્રવૃત્તિઓને જન્મ આપ્યો છે.
