રાજકીય/ હાર્દિકને “માપ” માં રાખવા ભાજપનો માસ્ટર સ્ટોક, ઋત્વિજ પટેલ, પ્રશાંત કોરાટને યુવા ચહેરા તરીકે પ્રમોટ કરશે

હાર્દિક પટેલને ખરેખર તો માપમાં રાખવા માટે આ જોડાણ થયું છે અને હવે હાર્દિક પટેલ પાટીદાર સમાજનો યુવા ચહેરો છે પરંતુ કેમ લોઢું લોઢાને કાપે એ જ રીતે ભાજપ પણ પાટીદાર સમાજના બે યુવા ચહેરાઓને હાર્દિકની સામે પ્રમોટ કરશે.

Top Stories Gujarat
  • 150 સીટનો લક્ષયાંક પાર પાડવા ભાજપે હાર્દિકનો ખેલ પાડ્યો

આમ તો રાજકારણમાં કહેવાય છે કે, કાંઈ પણ કાયમી હોતું નથી. 2017 ચૂંટણી સુધી ભાજપને બેફામ ભાંડનારા લબર મુછીયા હાર્દિકને ભાજપે ભગવો ધારણ કરાવી દીધો અને જાણે કે ગંગામાં સ્નાન કરાવી પવિત્ર કરી દીધો હોય તેવો ઘાટ સર્જાયો છે, રાજકારણની દુનિયામાં આવું જ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.  પરંતુ ભાજપની રાજનીતિમાં પરદા પાછળની રાજ રમત કાયમ અલગ જ હોય છે અને હાર્દિક પટેલના કેસમાં પણ કંઈક આવું જ હોવાનું પાર્ટીના કેટલાક નેતાઓ કહી રહ્યા છે.

હાર્દિક પટેલને ખરેખર તો માપમાં રાખવા માટે આ જોડાણ થયું છે અને હવે હાર્દિક પટેલ પાટીદાર સમાજનો યુવા ચહેરો છે પરંતુ કેમ લોઢું લોઢાને કાપે એ જ રીતે ભાજપ પણ પાટીદાર સમાજના બે યુવા ચહેરાઓને હાર્દિકની સામે પ્રમોટ કરશે. આ બે પૈકી 1 ચહેરો કે જેણે આંદોલન સમયે હાર્દિક પટેલની સામે સામી છાતીએ લડત આપી હતી ત્યારે અન્ય ચહેરો કે જે અત્યારના યુવાઓને આકર્ષવા માટે મેદાને છે વાત થઈ રહી છે પૂર્વ અને ચાલુ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ અને પ્રશાંત કોરટની.

જ્યારે આંદોલન પીક પર હતું ત્યારે પાટીદાર સમાજના યુવાઓની નારાજગી હોવા છતાં ઋત્વિજ પટેલ રાજ્યના તમામ પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં રેલીઓ યોજી સમાજનો ઝુકાવ પાર્ટી તરફ રહે અને યુવાઓ પાર્ટી સાથે જોડાયેલા રહે તેવા તમામ પ્રયાસો સાથે જ અંગત નુક્શાનીનું વિચાર્યા વગર નારાજ સામાજિક આગેવાનોને મનાવવા પ્રયાસો કર્યા હતા. તો બીજી તરફ હવે હાર્દિક પટેલના પ્રભાવમાં આવેલા યુવાઓ કે જેની સમય જતાં આંખ ઉગડી છે તેવા યુવાઓને સંગઠન સાથે જોડવા અને સતત યુવાલક્ષી કામગીરી કરી પાર્ટીનો વ્યાપ વધારવાનો પ્રયાસ પ્રશાંત કોરટ દ્વારા કરવામાં આવ્યો છે.

સૂત્રો જણાવી રહ્યા છે કે, ભાજપ હવે હાર્દિક પટેલને કદ પ્રમાણે વેતરશે અને તેની સામે બે યુવા પાટીદાર નેતા તરીકે ઋત્વિજ પટેલ અને પ્રશાંત કોરાટને પ્રમોટ કરશે જેથી હાર્દિક પટેલ ” માપ ” માં રહે.