Hyderabad Gang Rape/ મર્સિડીઝમાં સગીરા પર સામૂહિક બળાત્કાર, CCTVમાં દેખાયો આરોપી, 5 સામે ગુનો નોંધ્યો

હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં  એક સગીર સાથે કથિત રીતે ગેંગરેપ કરવા બદલ 5 સગીર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે

Top Stories India

હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં  એક સગીર સાથે કથિત રીતે ગેંગરેપ કરવા બદલ 5 સગીર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે પિતા વતી ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે, કેટલાક છોકરાઓ યુવતીને કારમાં લઈ ગયા હતા. રેપની ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજમાં પીડિતા આરોપી સાથે પબની બહાર ઉભી જોવા મળે છે. છોકરાઓએ તેણીને ઘરે મૂકવાની ઓફર કરી હતી.

તેલંગાણા ભાજપના સભ્યોએ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં જ્યુબિલી હિલ્સ રેપ કેસને લઈને વિરોધ કર્યો હતો, જેના પગલે વિરોધ સ્થળ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. તેલંગાણાના પ્રધાન કેટી રામારાવે રાજ્યના ગૃહ પ્રધાન મોહમ્મદ મહમૂદ અલી, ડીજીપી અને હૈદરાબાદ શહેરના પોલીસ કમિશનરને હૈદરાબાદ બળાત્કાર કેસમાં તાત્કાલિક અને કડક પગલાં લેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે આ મામલામાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે, પછી તે કોઈ પણ હોય.