Not Set/ રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો,આજે કોરોનાના નવા 68 કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે, આજે ગુજરાતમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા છે

Top Stories Gujarat
  • કોરોના સંક્રમણમાં સતત વધારો
  • રાજ્યમાં કોરોનાના નવા 68 કેસ
  • અમદાવાદમાં 42 કેસ, વડોદરામાં 11 કેસ
  • રાજકોટમાં 4 કેસ, કચ્છ, મહેસાણા, સુરતમાં 2 કેસ
  • ભાવનગર, ગાંધીનગર અને મોરબીમાં એક કેસ
  • નવસારી અને સાબરકાંઠામાં પણ એક કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે, આજે ગુજરાતમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે મોરબી,ગાંધીનગર ,ભાવનગર અને નવસારી સહિત સાબરકાંઠામાં એક કેસ કોરોનાના નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસએ મંધ ગતિએ પણ રફતાર પકડી છે, અમદાવાદમાં કોરોનાના 42 કેસ નોંધાયા છે, વડોદરા શહેરમાં 11 કેસ જ્યારે રાજકોટમાં 4 કેસ અને કચ્છ ,મહેસાણા,અને સુરત માં બે કેસ નોંધાયા છે .રાજ્યમાં કોરોનાના આજે નવા 68 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 21 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,178 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 55,714 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.