પંજાબ/ હત્યાના એક સપ્તાહ બાદ રાહુલ ગાંધી જશે સિદ્ધુ મુસેવાલાના ગામ

પંજાબના માનસા જિલ્લામાં આવેલા સિદ્ધુ મૂસેવાલાના ગામ મુસા પહોંચશે. મુસેવાલા કોંગ્રેસના નેતા પણ હતા અને તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં માનસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા

Top Stories India
સિદ્ધુ મુસેવાલાના

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના એક સપ્તાહ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના પરિવારને મળશે. તે આવતીકાલે પંજાબના માનસા જિલ્લામાં આવેલા સિદ્ધુ મુસેવાલાના ગામ મુસા પહોંચશે. મુસેવાલા કોંગ્રેસના નેતા પણ હતા અને તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં માનસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, આમાં તેમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય સાંગલાના હાથે 67,000 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા આજે વરિષ્ઠ નેતા સચિન પાયલટ પણ સિદ્ધુ મુસેવાલાના ગામ પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને મળ્યા હતા.

સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ કોંગ્રેસના અલગ-અલગ રાજ્ય એકમોએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મૂસેવાલાના યુવાનોમાં ભારે ફેન ફોલોઈંગ છે, તેથી કોંગ્રેસ તેમની હત્યાના મામલામાં પાછું વળીને જોવા માંગતી નથી. જે દિવસે તેમને અંતિમ વિદાય આપવામાં આવી તે દિવસે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિન્દર રાજા વાડિંગ પણ તેમના ઘરે પહોંચ્યા હતા. મુસેવાલાની હત્યાને લઈને કોંગ્રેસ પંજાબની AAP સરકાર પર સતત સવાલ કરી રહી છે. વાસ્તવમાં પંજાબ સરકારે એક દિવસ પહેલા જ રાજ્યના 424 લોકોની સુરક્ષા ઘટાડી અથવા પાછી ખેંચી લીધી હતી. આ લોકોમાં સિદ્ધુ મુસેવાલા પણ સામેલ હતા. આવી સ્થિતિમાં તેમની હત્યા રાજકીય મુદ્દો બની ગયો છે.

સિદ્ધુ મૂસેવાલાના પરિવારના મળ્યા ગૃહપ્રધાન 

જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલાના પરિવારજનોએ કેન્દ્ર સરકાર પાસે તેમની હત્યાની તપાસ CBI અથવા ANI પાસે કરાવવાની માંગ કરી છે. રવિવારે તેમના પરિવારના સભ્યો ગૃહપ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા.

આ પણ વાંચો:PM મોદીએ જાહેર કરી 1, 2, 5, 10 અને 20 રૂપિયાના નવા સિક્કાની સીરીઝ, દૃષ્ટિહીન લોકો પણ સરળતાથી ઓળખી શકશે

આ પણ વાંચો: કૈલાશ કુંડમાં 13,500 ફૂટની ઉંચાઈ પર સ્થિત પ્રાચીન વાસુકી નાગ મંદિરમાં તોડફોડ, મેગ્નેટિક બોમ્બ બન્યો મોટો ખતરો

આ પણ વાંચો:સત્યેન્દ્ર જૈનના ઘર પર EDના દરોડા પર AAPએ કહ્યું, રાજકીય દ્વેષના કારણે પરેશાન