ગાંધીનગર/ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત, ધોરણ-1 થી 3માં તમામ માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવાશે

રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં હવેથી ધોરણ-1 થી 3માં તમામ માધ્યમમાં જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે.

Top Stories Gujarat Others
જીતુ વાઘાણી

ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં હવેથી ધોરણ-1 થી 3માં તમામ માધ્યમમાં જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે.જેમાં ધો-1 અને 2માં મૌખિક અને ધો-3માં પુસ્તકના માધ્યમથી અંગ્રેજી ભણાવાશે. તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ આ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં અંગ્રેજી આવડવું ઘણું મહત્વનું બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, મલ્ટિનેશનલ કંપનીમાં નોકરીની વાત હોય કે પછી વિદેશમાં જવા માટે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. જેથી સરકારના આ નિર્ણયથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બનાવશે તો આગળ જતાં તેમને તકલીફનો સામનો કરવો પડશે નહીં.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ મંત્રીએ બીજુ પણ આહવાન કર્યું છે. કોરોનામાં થયેલ લર્નિંગ લોસ ઘટાડવા પ્રયાસ કરવા આ આહવાન કરવામાં આવ્યું છે. નબળા બાળકોને સ્કૂલમાં જે તે વિષય ભણાવાશે. ગ્રીષ્મોત્સવની માફક શરદોત્સવ પણ ઉજવાશે. વેકેશનમાં વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રવૃત્તિઓમાં સાંકળવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે.

આ પણ વાંચો:હત્યાના એક સપ્તાહ બાદ રાહુલ ગાંધી જશે સિદ્ધુ મુસેવાલાના ગામ

આ પણ વાંચો:માંગણીઓ પૂરી નહિ થાય તો, મળેલા મેડલો સરકારને પરત કરી સચિવાલયનો ઘેરાવ કરવાની માજી સૈનિકોની ચીમકી

આ પણ વાંચો:PM મોદીએ જાહેર કરી 1, 2, 5, 10 અને 20 રૂપિયાના નવા સિક્કાની સીરીઝ, દૃષ્ટિહીન લોકો પણ સરળતાથી ઓળખી શકશે