માનવતા શર્મશાર: મધ્યપ્રદેશના ઈન્દોરમાં માતાના પ્રેમને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ પોતાના 15 દિવસના નવજાત બાળકને વેચી દીધું. બાળકને વેચીને જે પૈસા મળ્યા હતા તેનાથી માતાએ ફ્રીજ, ટીવી અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ ખરીદી હતી. આરોપી માતાએ તેના પતિની સંમતિથી આ સોદો કર્યો હતો. આ કેસમાં પોલીસે કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 6ની પોલીસે ધરપકડ પણ કરી છે.
માહિતી અનુસાર ઈન્દોરના હીરા નગર વિસ્તારમાં રહેતી મહિલા શાઈના બીએ પોલીસને જણાવ્યું કે તેના પતિને બાળક પર શંકા હતી. મહિલાએ કહ્યું, ‘મારા પતિ ગર્ભપાત કરાવવા માંગતા હતા, પરંતુ સમય ઘણો લાંબો હતો, તેથી અમે દલાલો દ્વારા બાળકને વેચવાની યોજના બનાવી અને બાળકને એક દંપતિને વેચી દીધું.‘ પોલીસે જણાવ્યું હતું કે બાળકને લીના નામની મહિલાએ ખરીદ્યું હતું. લીનાએ જણાવ્યું કે તાજેતરમાં જ તેના બે બાળકોનું મૃત્યુ થયું હતું. જે બાદ તેણે સાડા પાંચ લાખમાં બાઈક ખરીદી હતી.
8માંથી 6 આરોપીની ધરપકડ
પોલીસે જણાવ્યું કે બાળક વેચ્યા બાદ મળેલા પૈસાથી મહિલાએ ટીવી, ફ્રીજ, કુલર અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ ખરીદી હતી, જેને જપ્ત કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, ‘આ મામલાની જાણ સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી માતા શાયરા બી સહિત આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમાંથી એક સગીર પણ છે. છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બે હાલ ફરાર છે. પોલીસે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં ફરાર આરોપીઓને પણ પકડી લેવામાં આવશે.
આ પણ વાંચો: નિર્ણય/ વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ માટે હવે પોલીસ સ્ટેશન જવું પડશે નહિ : જાણો કેવી રીતે નોંધાવશો કમ્પ્લેઇન
આ પણ વાંચો: PM Modi Maharashtra Visit/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 જૂને મહારાષ્ટ્રની મુલાકાત લેશે, જાણો મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ
