Viral Video/ ઉદ્ઘાટન દરમિયાન અચાનક તૂટી ગયો પુલ, પત્ની સાથે નાળામાં પડ્યા મેયર – જુઓ વીડિયો

મેયર નદી પરના ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા તે જ ક્ષણ પુલ તૂટીને નાળામાં પડી જાય છે.

Trending Videos
પુલ

લોકોની સુવિધાનું ધ્યાન રાખીને સરકાર અનેક જગ્યાએ પુલ બનાવે છે. પરંતુ, કેટલીકવાર આપણે જોઈએ છીએ અને સાંભળીએ છીએ કે પૂલ બન્યા પહેલા અથવા તે બન્યાના થોડા સમય પછી તૂટી જાય છે. આવો જ એક કિસ્સો મેક્સિકોના કવેર્નિવાકાથી સામે આવ્યો છે. જ્યાં શહેરના મેયર નદી પરના ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા તે જ ક્ષણ પુલ તૂટીને નાળામાં પડી જાય છે.

લાકડાના બોર્ડ અને ધાતુની સાંકળોથી બનેલા આ પુલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પુલ   તૂટેલો જોઈ શકાય છે. આ વીડિયોને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના સાંકળોથી બોર્ડ અલગ થવાના કારણે બની છે. સિટી કાઉન્સિલના સભ્યો અને અન્ય સ્થાનિક અધિકારીઓ ખાડીમાં પત્થરો પર 3 મીટર (10 ફૂટ) નીચે પડ્યા હતા.

Morelos રાજ્યના ગવર્નર Cuauhtémoc Blanco એ જણાવ્યું હતું કે મેયર, તેમની પત્ની, ઘણા અધિકારીઓ અને પત્રકારો નાળામાં પડ્યા હતા. તેઓને ઘણી ઈજાઓ પણ થઈ છે. જે બાદ તે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, મેયર જોસ લુઈસ યુરિઓસ્ટેગુઈને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા કારણ કે તેમને પણ નાની ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો:રિક્ષા ભાડામાં વધારો, હવે 1 કિ.મી. મુસાફરીના ચુકવવા પડશે આટલા રૂપિયા….

આ પણ વાંચો:ગુજરાતના આ જીલ્લામાં વીજળી પડતા બે યુવકના મોત, એક ઘાયલ

આ પણ વાંચો:હાર્દિક પટેલે FB પર બંધ કર્યું ‘કોમેન્ટ’ બોક્સ,  જાણો શું છે કારણ