પ્રહાર/ મોદી સરકારની ‘અગ્નિપથ’ સેનાનો નાશ કરશેઃ પ્રિયંકા ગાંધી

મોદી સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં સત્યાગ્રહ કરી રહી છે. પ્રિયંકા ગાંધી આ સત્યાગ્રહનું નેતૃત્વ કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ જંતર-મંતર પર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Top Stories India
અગ્નિપથ

મોદી સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં સત્યાગ્રહ કરી રહી છે. પ્રિયંકા ગાંધી આ સત્યાગ્રહનું નેતૃત્વ કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ જંતર-મંતર પર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે સરકારની ‘ અગ્નિપથ યોજના’ને કારણે દેશના યુવાનોનું ભવિષ્ય જોખમમાં છે. આ કારણે સેના પણ ખતરામાં આવશે અને નાશ પામશે. પ્રિયંકા ગાંધીએ દેશભરમાં ‘અગ્નિપથ’ વિરુદ્ધ હિંસક-વિરોધમાં સામેલ યુવાનોને હિંસાનો આશરો ન લેવાની અપીલ કરી છે.

અગ્નિપથ પર બોલતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે હરિવંશ રાય જીની કવિતાનું નામ આ યોજના (અગ્નિપથ)ને આપવામાં આવ્યું છે જે આ દેશના યુવાનોને મારી નાખશે. આ એક એવી સ્કીમ છે જે સેનાનો નાશ કરશે. આ સરકારને લોકતાંત્રિક રીતે, શાંતિપૂર્ણ રીતે ખતમ કરો. યુવાનોને સંબોધતા તેમણે કહ્યું કે આખો દેશ તમારું દર્દ સમજી રહ્યો છે, પરંતુ ભૂલશો નહીં કે આ દેશ તમારો છે, આ દેશની સંપત્તિ તમારી છે. તેને સુરક્ષિત રાખવાની તમારી ફરજ છે. અમે સત્યાગ્રહ પર બેઠા છીએ, અહિંસા દ્વારા લડાયેલી લડાઈ.

રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર

રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજનાને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે યુવાનોને હિંસા માટે મજબૂર કરવામાં આવ્યા કારણ કે તેમની આશા વારંવાર તૂટી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વારંવાર નોકરીની ખોટી આશા આપીને વડાપ્રધાને દેશના યુવાનોને બેરોજગારીના ‘ અગ્નિપથ ‘ પર ચાલવા મજબૂર કર્યા છે. 8 વર્ષમાં 16 કરોડ નોકરીઓ આપવાની હતી પરંતુ યુવાનોને માત્ર પકોડા તળવાનું જ્ઞાન મળ્યું. દેશની આ હાલત માટે માત્ર વડાપ્રધાન જ જવાબદાર છે.

આપને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ યોજના’ વિરુદ્ધ દિલ્હીમાં સત્યાગ્રહ કરી રહી છે. પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના ટોચના નેતાઓ જંતર-મંતર પર ધરણા કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના લોકસભા અને રાજ્યસભાના સાંસદો પણ આ ધરણા પર બેઠા છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલનની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેની શરૂઆત દિલ્હીથી થશે.

આ પણ વાંચો:રૂપાણી સરકારના પૂર્વમંત્રીઓ આજે પણ સરકારી બંગલામાં મંત્રી કક્ષાની સિક્યુરીટી ભોગવી રહ્યા છે

આ પણ વાંચો:પટનામાં સ્પાઈસ જેટની ફ્લાઈટમાં લાગી આગ,185 મુસાફરોનો હતા સવાર  

આ પણ વાંચો:ધારાસભ્ય પોતાના જ લગ્નમાં ન પહોંચ્યા, પ્રેમિકાએ નોંધાવી FIR