મહારાષ્ટ્ર/ MLC ચૂંટણીમાં પહેલો ઝટકો, હવે ઠાકરે સરકાર પર સંકટ: શિવસેનાના 13 ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા

શિવસેના મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે અને અન્ય 13 ધારાસભ્યોના સંપર્કમાં નથી. સમાચાર એવા પણ આવી રહ્યા છે કે શિવસેનાના આ તમામ ધારાસભ્યોએ ગુજરાતના સુરતમાં ધામા નાખ્યા છે.

Top Stories India
શિવસેના

રાજ્યસભાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિધાન પરિષદની ચૂંટણીમાં પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના અને કોંગ્રેસના ગઠબંધનને ઝટકો આપ્યો છે. પૂરતા મતો ન હોવા છતાં, ભગવા પાર્ટીએ 10માંથી 5 બેઠકો મેળવી છે. આ પરિણામથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ચિંતામાં વધારો થયો છે. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે ગઈકાલે મોડી સાંજે યોજાયેલી ચૂંટણી બાદ શિવસેના મહારાષ્ટ્રના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદે અને અન્ય 13 ધારાસભ્યોના સંપર્કમાં નથી. સમાચાર એવા પણ આવી રહ્યા છે કે શિવસેનાના આ તમામ ધારાસભ્યોએ ગુજરાતના સુરતમાં ધામા નાખ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદે બીજેપી નેતૃત્વના સંપર્કમાં છે.

મરાઠી મીડિયા ચેનલોના અહેવાલો અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી એવી અફવા હતી કે એકનાથ પાર્ટીના પ્રદર્શનથી ખુશ નથી. પરિણામો પછી, તમામ ધારાસભ્યો ગઈકાલે રાત્રે સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘વર્ષા’ પર મળ્યા હતા. એકનાથ શિંદે અને અન્ય 13 ધારાસભ્યો બેઠકમાંથી ગાયબ હતા. એક મરાઠીના અહેવાલ મુજબ એકનાથ શિંદે ગુજરાતમાં હોઈ શકે છે.

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ભાજપે પાંચ બેઠકો જીતી છે

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીની તમામ 10 બેઠકોના પરિણામો સોમવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ તેના પાંચેય ઉમેદવારોને જીતાડવામાં સફળ રહ્યું. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ખાતામાં બે-બે સીટ જ્યારે કોંગ્રેસના ખાતામાં એક સીટ આવી છે. શિવસેના તરફથી સચિન આહિર અને અમશ્યા પાડવી જીત્યા છે જ્યારે એનસીપી તરફથી રામરાજે નિમ્બાલકર અને એકનાથ ખડસે જીત્યા છે. ભાજપમાંથી પ્રસાદ લાડ, શ્રીકાંત ભારતીય, પ્રવીણ દરેકર, ઉમા ખાપરે અને રામ શિંદે જીત્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ભાઈ જગતાપનો પણ વિજય થયો છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો હતા, પરંતુ તેમાંથી માત્ર 41 ધારાસભ્યોએ કોંગ્રેસને પ્રથમ પ્રાધાન્ય આપ્યું હતું. ત્રણ ધારાસભ્યોના ક્રોસ વોટિંગના સમાચાર સામે આવ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પાર્ટીના ઉમેદવારોને કુલ 134 વોટ મળ્યા છે. અગાઉ મત ગણતરીને લઈને મોડી રાત સુધી હોબાળો થયો હતો.

ફડણવીસ રાજ્યસભાની ચૂંટણીમાં પણ રમ્યા હતા

અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ માટે ‘ચમત્કાર’ કર્યો હતો. ભાજપે ત્રણ બેઠકો જીતી હતી. આ શાનદાર કામગીરીનો શ્રેય માત્ર પૂર્વ મુખ્યમંત્રીને જ આપવામાં આવ્યો હતો. હવે આ જ કામગીરીનું એમએલએસીની ચૂંટણીમાં પણ પુનરાવર્તન થયું હતું. ભાજપે રાજ્યસભાની છમાંથી ત્રણ બેઠકો જીતી હતી. વિરોધ પક્ષ પાસે માત્ર બે જ સાંસદો ચૂંટાયા હતા, પરંતુ ફડણવીસે ભાજપની જીત માટે શિવસેના-એનસીપી-કોંગ્રેસ (MVA) ની અંદરના આંતરિક વિરોધાભાસનો લાભ લીધો હતો.

આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શરદ પવારે બોલાવી ઇમરજન્શી બેઠક

આ પણ વાંચો:મલયાલમ ફિલ્મ અભિનેતા વિજય બાબુ સામે બળાત્કારનો કેસ દાખલ, મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો:સાચવજો ડોક્ટરો ! હવે દવાના ફ્રી સેમ્પલ ઉપર પણ ટેક્સ ભરવો પડશે