MISSIEL TESTI/ બેલિસ્ટિક મિસાઇલ “પૃથ્વી-2″નું ભારતે કર્યુ વધુ એક સફળ પરીક્ષણ

છેલ્લા 40 દિવસમાં સપાટી પર હુમલા માટે સક્ષમ આ 11 મું મિસાઇલ પરીક્ષણ છે.

Top Stories India

શુક્રવારે ભારતે ઓડિશાના બાલાસોરનાં દરિયા કિનારા પરથી 250 કિમીથી વધુની અંતરની ક્ષમતા ધરાવતા પૃથ્વી -2 બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ડીઆરડીઓ દ્વારા વિકસિત મિસાઇલ પહેલાથી જ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડનો ભાગ છે. 

લિક્વિડ સંચાલિત પૃથ્વી -2 બેલિસ્ટિક મિસાઇલ 250 કિલોમીટરની રેન્જ ધરાવે છે અને 1 ટન યુદ્ધ સામગ્રીનું વહન કરી શકે છે. તે ભારતની પ્રથમ સ્વદેશી અને સપાટીથી સપાટી પર વાર કરી શકનાર મિસાઇલ છે. ત્રણ અઠવાડિયાથી ઓછા સમયમાં પૃથ્વી -2 ની આ બીજી કસોટી હતી. 

અગાઉ ડીઆરડીઓએ 27 સપ્ટેમ્બરની રાત્રે આ પરીક્ષણ હાથ ધર્યું હતું. છેલ્લા 40 દિવસમાં સપાટી પર હુમલા માટે સક્ષમ આ 11 મું મિસાઇલ પરીક્ષણ છે. એક ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે પૃથ્વી -2 મિસાઇલ શુક્રવારે રાત્રે પરીક્ષણ દરમિયાન તેના તમામ પરિમાણોને પૂર્ણ કરી ચૂકી છે. રાત્રિના સમયે આ મિસાઇલનું મિસાઇલ સફળ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….