MEA/ પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ યથાવત, સંબંધોને સામાન્ય બનાવવા ખૂબ મુશ્કેલ : વિદેશમંત્રી જયશંકર

પાકિસ્તાન સરકાર આતંકવાદને જાહેરમાં એવી નીતિ માની રહી છે કે તે ન્યાયી ઠરે અને આને કારણે ભારતને તેની સાથે સંબંધોને સામાન્ય બનાવવા ખૂબ મુશ્કેલ બની રહ્યા છે. શુક્રવારે વિદેશ પ્રધાન એસ જયશંકરે આ વાત કહી હતી.

Top Stories India

પાકિસ્તાન સરકાર આતંકવાદને જાહેરમાં એવી નીતિ માની રહી છે કે તે ન્યાયી ઠરે અને આને કારણે ભારતને તેની સાથે સંબંધોને સામાન્ય બનાવવા ખૂબ મુશ્કેલ બની રહ્યા છે. શુક્રવારે વિદેશ પ્રધાન એસ જયશંકરે આ વાત કહી હતી.

એશિયા સોસાયટી દ્વારા આયોજીત ઓનલાઈન કાર્યક્રમને સંબોધતા જયશંકરે કહ્યું કે, પાકિસ્તાન વતી આતંકવાદ તેમની સરકાર દ્વારા જાહેરમાં સ્વીકૃત નીતિ રહી છે, આતંકવાદનાં તેઓ વાજબી ઠેરવી રહ્યા છે. તેથી તેમની સાથેના સંબંધને સામાન્ય બનાવવું ખૂબ મુશ્કેલ બન્યું છે.

જયશંકરે કહ્યું કે તે માત્ર આતંકવાદ જ પોષતુ નથી, પરંતુ પાકિસ્તાન ભારત સાથે સામાન્ય વ્યવસાય પણ કરતું નથી અને નવી દિલ્હીને મોસ્ટ ફેવરર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પણ આપ્યો નથી. તેમણે કહ્યું, “અમારે સામાન્ય વિઝા સંબંધો પણ નથી અને તેઓ આ મામલે ખૂબ પ્રતિબંધિત છે.” તેઓએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અને અફઘાનિસ્તાનથી ભારત સુધીની જોડાણ ખોરવ્યું છે. ”

જયશંકરે કહ્યું કે સામાન્ય પડોશીઓ વચ્ચે વિઝા અને વ્યવસાયિક સંબંધ હોય છે, તેઓ તમને કનેક્ટિવિટી પ્રદાન કરે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ આતંકવાદને પ્રોત્સાહન આપતા નથી. તેમણે કહ્યું, “હું માનું છું કે જ્યાં સુધી આપણે આ સમસ્યાઓ પર ધ્યાન નહીં આપીએ ત્યાં સુધી, આ વિચિત્ર પાડોશી સાથે સામાન્ય સંબંધ કેવી રીતે રાખવા તે અમારી વિદેશ નીતિ માટે ખૂબ જ સમસ્યારૂપ વિષય છે.”

ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં થઈ રહેલા વિકાસના સવાલ પર જયશંકરે કહ્યું હતું કે, અગાઉના જમ્મુ-કાશ્મીર રાજ્યને હવે બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ‘ભારતની બાહ્ય સરહદો બદલાઈ નથી. જ્યાં સુધી અમારા પડોશીઓની વાત છે, તેમના માટે અમે કહીએ છીએ કે આ અમારી  આંતરિક બાબત છે. દરેક દેશને તેના વહીવટી અધિકારક્ષેત્રમાં ફેરફાર કરવાનો અધિકાર ઘરાવે છે. ચીન જેવા દેશોએ પણ તેમના પ્રાંતની સીમાઓ બદલી નાખી છે અને મને વિશ્વાસ છે કે બીજા ઘણા દેશો આમ કરે છે.” તેમણે કહ્યું હતું કે જ્યારે તમારી બાહ્ય સરહદો બદલાય ત્યારે પડોશીઓ પર અસર પડે છે. આ કેસ નથી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની આતંકવાદી જૂથો દ્વારા વર્ષ 2016 માં પઠાણકોટ એરફોર્સ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલો બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ખટાસ આવી હતી. આ પછી ઉરી ખાતે ભારતીય સૈન્યની છાવણી પર હુમલો સહિતના વધુ હુમલાઓ થયાં હતાં. પુલવામા આતંકી હુમલાના જવાબમાં, ભારતીય યુદ્ધ જહાજોએ ગત વર્ષે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની અંદર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શિબિરનો નાશ કર્યો હતો.

ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરની વિશેષ દરજ્જાની જોગવાઈઓને સમાપ્ત કરવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવા પર પાકિસ્તાન દ્વારા જોરદાર પ્રતિક્રિયા આવી હતી અને હવે તે કાશ્મીર મુદ્દે ભારત સામે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવામાં નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….