લોકપ્રિય ઓડિયા ટીવી અભિનેત્રી રશ્મિરેખા ઓઝાનું મૃતદેહ મળી આવતાં મનોરંજન ઉદ્યોગમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે 23 વર્ષની રશ્મિરેખાનો મૃતદેહ ભુવનેશ્વરના નયાપાલીમાં તેના ભાડાના મકાનમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેના મૃત્યુનું સાચું કારણ હજુ બહાર આવ્યું નથી. પરંતુ રશ્મિરેખાના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેના મૃત્યુ માટે લિવ-ઈન પાર્ટનર સંતોષ પાત્રા જવાબદાર છે.
પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને અકુદરતી મૃત્યુનો ગુનો નોંધ્યો હતો. એક પોલીસ અધિકારીએ મીડિયાને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “18 જૂનના રોજ, 23 વર્ષીય અભિનેત્રી તેના ભાડાના મકાનમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી હતી. પોલીસ હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.” પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું, “પ્રારંભિક તપાસમાં આત્મહત્યાનો મામલો લાગે છે. કારણ કે તેણીએ એક સુસાઈડ નોટ છોડી છે, જેમાં તેણીએ તેના મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.”
રશ્મિરેખા અને સંતોષ પતિ-પત્નીની જેમ રહેતા હતા
તે જ સમયે, રશ્મિરેખાના પિતાએ મીડિયા સાથે વાત કરી અને પુત્રીના મૃત્યુની માહિતી આપી. તેણે કહ્યું, “જ્યારે અમે તેને શનિવારે ફોન કર્યો ત્યારે ત્યાંથી કોઈ જવાબ મળ્યો ન હતો. બાદમાં સંતોષે અમને તેના મૃત્યુ વિશે જાણ કરી. અમને મકાનમાલિક પાસેથી જાણવા મળ્યું કે સંતોષ અને રશ્મિ પતિ-પત્ની તરીકે રહેતા હતા.
રશ્મિરેખા મૂળ ઓડિશાના જગતસિંહપુર જિલ્લાના તિરાપોલ વિસ્તારની હતી. તેણે ઓડિયા ટીવી ઈન્ડસ્ટ્રીમાં ‘કેમિતી કહીબી કહા’ જેવી સિરિયલોમાં કામ કર્યું હતું.
આ પણ વાંચો:કોણ છે એકનાથ શિંદે, જેમણે મહારાષ્ટ્રના રાજકારણમાં મચાવ્યો ખળભળાટ, ઉદ્ધવની ઊંઘ કરી હરામ
આ પણ વાંચો:પૂરનો કહેર યથાવત, મૃત્યુઆંક વધીને 82, હજુ પણ 47 લાખ લોકો પ્રભાવિત
આ પણ વાંચો: આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ગુજરાતીઓએ કર્યો યોગ અને CMએ કહ્યું કે, “યોગ દરેકના જીવનમાં અમૃત ફેલાવશે “
