Not Set/ મહેશ ભટ્ટ સાથે નામ જોડવા બદલ રિયા ચક્રવર્તીએ ટ્રોલર્સને આ કહીને કરાવ્યા ચુપ

મુંબઈ થોડા દિવસ પહેલા બોલીવુડમાં ફેમસ ડાયરેક્ટર મહેશ ભટ્ટે એક્ટર રિયા ચક્રવર્તી સાથે એક ફોરો શેર કર્યો હતો. બહુ ઓછા સમયમાં આ ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ ગયો હતો. ફોટામાં ટ્રોલરે રિયા ચક્રવર્તી પર નિશાનો બનાવ્યો હતો. ઘણા લોકોએ રિયા અને મહેશ ભટ્ટના સંબંધની તુલના બિગ બોસના આ સીઝનના કન્ટેસ્ટંટ અનૂપ જલોટા અને જસલીન […]

Trending Entertainment

મુંબઈ

થોડા દિવસ પહેલા બોલીવુડમાં ફેમસ ડાયરેક્ટર મહેશ ભટ્ટે એક્ટર રિયા ચક્રવર્તી સાથે એક ફોરો શેર કર્યો હતો. બહુ ઓછા સમયમાં આ ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ ગયો હતો. ફોટામાં ટ્રોલરે રિયા ચક્રવર્તી પર નિશાનો બનાવ્યો હતો. ઘણા લોકોએ રિયા અને મહેશ ભટ્ટના સંબંધની તુલના બિગ બોસના આ સીઝનના કન્ટેસ્ટંટ અનૂપ જલોટા અને જસલીન સાથે કરી હતી. રિયાએ ટ્રોલરને આ મામલે જોરદારનો જવાબ આપી દીધો હતો.

રિયાએ મહેશ ભટ્ટ સાથેનો ફોટો પોતાના ઇન્સ્તાગ્રામના એકાઉન્ટમાં મુક્યો છે. અને આ ફોટામાં કેપ્શનમાં લખ્યું છે ,’ તું કોણ છે ? તારું નામ શું છે ? સીતા પણ અહિયાં જ બદનામ થયા હતા. મિત્રો તમે દુનિયાને તેવી રીતે જ જોવો છો જેવા તમે હોવ છો નહી કે જેવા સામેવાળા હોય છે.

https://www.instagram.com/p/BoBgHOlHX53/?taken-by=rhea_chakraborty

રિયાના આ ફોટોને અત્યાર સુધી દોઢ લાખથી પણ વધારે લોકોની લાઇક મળી ચુકી છે અને હજારોની સંખ્યામાં કમેન્ટ પણ લોકોએ કરી છે. રિયાની આ પોસ્ટમાં કેટલાક લોકોએ પોતાની સહમતિ બતાવી છે તો ઘણાએ ઊંધું-ચત્તું કહ્યું છે.

https://www.instagram.com/p/Bn8DsVSHVUA/?taken-by=rhea_chakraborty

એક યુઝરે તો લખ્યું છે કે સોરી ? સીતા ? કોઈ પણ તમારી ચિંતા નથી કરતું તમે તો સીતાના પગની ધૂળ બરાબર પણ નથી. તો બીજાએ કહ્યું હતું કે પોતાનો બચાવ કરવા માટે કોઈ ભગવાનના નામનો ઉપયોગ કરતા પહેલા માનવતા પોતાનામાં લાવો.

https://www.instagram.com/p/BnjA03YHvHL/?taken-by=rhea_chakraborty

 

તમને જણાવી દઈએ કે રિયાની અપકમિંગ ફિલ્મ ‘ જલેબી ‘ છે. આ ફિલ્મનું નિર્માણ મહેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસના બેનર નીચે કરવામાં આવ્યું છે. ફિલ્મ જલેબીના ડાયરેક્ટર પુષ્પદીપ ભારદ્વાજ છે. આ ફિલ્મમાં રિયાની સાથે વરુણ ચિત્રા જોવા મળશે. ફિલ્મ ૧૨ ઓક્ટોમ્બરના રોજ રીલીઝ થવાની છે.