Govardhan Puja: ગોવર્ધન પૂજા દિવાળી (Diwali 2026)ના આગલા દિવસે એટલે કે બેસતા વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ મનાવવામાં આવે છે. ગોવર્ધન પૂજા (Govardhan Puja 2026)ને અન્નકૂટના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારા લોકો ઘરમાં ગાયના છાણથી ગોવર્ધન પર્વત (Cow Dung Govardhan Mountain) બનાવે છે અને એની પૂજા કરે છે.
આ ઉપરાંત આ દિવસે ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું પણ વિધાન છે. આ વર્ષ 2026માં 10 નવેમ્બરે (10 November 2026) ગોવર્ધન પૂજા છે. તો ચાલો જાણીએ કે ગાયના છાણથી બનેલા ગોવર્ધન પર્વતની પરિક્રમા શા માટે કરવામાં આવે છે? પરિક્રમાની સાચી દિશા અને નિયમો વિશે પણ જાણીએ…
ગાયના છાણથી બનેલા ગોવર્ધન પર્વતની પરિક્રમા શા માટે કરવામાં આવે છે? (Cow Dung Govardhan Puja 2026)
ભગવાન કૃષ્ણે દ્વાપર યુગમાં ઇન્દ્રના પ્રકોપથી વ્રજવાસીઓને બચાવવા માટે ગોવર્ધન પર્વતને પોતાની કનિષ્કા આંગળી પર ઉઠાવી લીધો હતો. સતત 7 દિવસ સુધી વ્રજવાસીઓને ભગવાન કૃષ્ણે (Lord Krishna) ગોવર્ધન પર્વતની છાયામાં રાખ્યા હતા. ત્યાર બાદ જ્યારે ઈન્દ્ર દેવનો અહંકાર ચૂર-ચૂર થઈ ગયો ત્યારે એમણે કૃષ્ણ ભગવાનની માફી માગી હતી. ત્યાર બાદ ભગવાન કૃષ્ણે વ્રજવાસીઓને ગોવર્ધન પર્વતની પરિક્રમા કરીને પર્વતનો આભાર વ્યક્ત કરવા માટે કહ્યું હતુ.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, એ સમયથી જ ગોવર્ધન પરિક્રમાની પરંપરા ચાલતી આવે છે. ભગવાન કૃષ્ણને ગાય અતિપ્રિય છે આથી ગોવર્ધન પર્વતનું નિર્માણ ભક્તો ગાયના છાણ વડે જ કરે છે. એની 7 પરિક્રમા કરવામાં આવે છે કારણ કે, 7 દિવસો સુધી વ્રજ વાસીઓ ગોવર્ધન પર્વતની છાયામાં રહ્યાં હતા. એવું માનવામાં આવે છે કે, ગોવર્ધન પૂજાના દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવાથી 4 ધામોની યાત્રા જેટલું શુભ ફળ પ્રાપ્ત થાય છે.

પરિક્રમાની સાચી દિશા અને નિયમ (Govardhan Parikrama Direction and Rules)
1. ગોવર્ધન પૂજાના દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરતી વખતે તમારે દિશાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પરિક્રમા હંમેશાં દક્ષિણાવર્તી (Clockwise) હોવી જોઈએ. પરિક્રમા દરમિયાન તમારો જમણો હાથ ગોવર્ધન પર્વત તરફ હોવો જોઇએ.
2. એક વાર પરિક્રમા શરુ કર્યા બાદ 7 પરિક્રમા પૂર્ણ થયા સુધી ભૂલથીયે રોકાવું નહિં.
3. પરિક્રમા કરતી વખતે ‘શ્રી કૃષ્ણ શરણં મમ’ અથવા ‘ઓમ્ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરવો જોઈએ.
4. પરિક્રમા શરુ કરતી વખતે હાથમાં જળનો લોટો રાખવો અથવા તો મમરા અને પતાસા પણ હાથમાં રાખી શકો છો. પરિક્રમા દરમિયાન જળની ધારા અથવા મમરા-પતાસા ગોવર્ધન પર્વત પર અર્પિત કરતા રહેવા.
5. ગોવર્ધન પર્વતનું નિર્માણ ગાયના છાણથી જ કરવું.
6. પરિક્રમા અને પૂજા કર્યા બાદ ભગવાન કૃષ્ણ અને ગોવર્ધન પર્વતને પ્રસાદ અવશ્ય અર્પિત કરવો.
7. ગોવર્ધન પૂજા દરમિયાન ભૂલથીયે માંસ-મદિરાનું સેવન ન કરવું.
ગોવર્ધન પૂજાની વિધિ
બેસતા વર્ષ (New Year)ની પ્રભાતે વહેલા ઊઠીને ઘર તથા આંગણાને સ્વચ્છ કરી લેવા. ત્યાર બાદ, ગાયના છાણ (Cow Dung) વડે ગોવર્ધન પર્વતનું પ્રતીક બનાવવું. એમાં નાની-નાની ટેકરીઓ બનાવવી, ગાય-વાછરડાં, વૃક્ષો, ફૂલ-છોડ અને તળાવ વગેરે આકૃતિઓ દોરવી. આ તમામ કુદરત અને સંપન્નતાના પ્રતીક ગણાય છે. હવે તમારે પૂજા માટે સજ્જ થઇને દીવો કરવો અને ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવું. પૂજા માટે અક્ષત, ફૂલ, જળ, મીઠાઇ, તુલસી દલ, દૂધ, દહીં, ઘી, ગોળ અને અનાજ જેવી વસ્તુઓ મૂકવી અને ત્યારબાદ ગોવર્ધન પર્વત અને શ્રી કૃષ્ણની વિધિવત શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી.

પૂજા બાદ, ભગવાનનો 56 ભોગનો અન્નકૂટ (Annakut) ધરાવવો. આ પ્રસાદ તમે ક્ષમતા અનુસાર કરી શકો છો. એમાં તમે વિવિધ વ્યંજનો જેવા કે પૂરી, શાક, મીઠાઈ, ખીર વગેરે બનાવી શકો છો. આ પ્રસાદ ભગવાનને અર્પણ કરવો. એવું માનવામાં આવે છે કે જેટલું વધુ અન્ન અને અન્ય પેય પદાર્થો પ્રભુને અર્પણ કરીએ ઘર એટલું વધારે સમૃદ્ધ બને છે. પૂજા કર્યા પછી ગોવર્ધન પર્વતની ચોતરફ પરિક્રમા કરવી અને શ્રી કૃષ્ણની આરતી કરવી. આનંદપૂર્વક આરતી કરી લીધા બાદ, પ્રસાદ (Prasad) ગ્રહણ કરવો અને ઘરના સભ્યોને વહેંચવો. આ દિવસે ગૌસેવા અને ગૌપૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો: બેસતા વર્ષના તહેવારે થશે ગોવર્ધન પૂજા, મુહૂર્ત જાણો, 56 ભોગનો અન્નકૂટ ધરાવો…પ્રભુકૃપા પ્રાપ્ત કરો…
