બારડોલી સુગર ફેક્ટરીમાં પાણીની ટાંકી સાફ સફાઇ કરતા સમયે ઓક્સીજ્નની ઉણપના કારણે બનેલી ઘટનામાં 5 શ્રમિકોને ઇજાગ્રસ્ત હાલતમાં સરદાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં, જે પૈકી 2 ને વધું સારવાર અર્થે સુરત ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતાં, બન્ને પૈકી એક મજૂર 16 વર્ષીય હોવાનું સામે આવ્યુ હતુ, જે સગીરાનું સુરત ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ, ઘટના મામલે કૉંગ્રેસ આક્રમક મુડમા આવ્યુ હતુ, અને આજરોજ બારડોલીના પ્રાંત કચેરી ખાતે સુરત જીલ્લા મહિલા કૉંગ્રેસ સમિતિની આગેવાનીમાં એકત્ર થઈ ચાઈલ્ડ લેબર પ્રોહીબિઝન એન્ડ રેગ્યુલેશન એકટ મુજબ સુગર સંચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ કરવા માટે માંગ કરી હતી.
કૉંગ્રેસ સુરત જીલ્લા મહિલા મોરચાની આગેવાનીમાં આજરોજ બારડોલીના પ્રાંત અધિકારીને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યુ હતુ, જે આવેદન પત્રમાં જણાવ્યા મુજબ સહકારી ક્ષેત્રમાં એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી એટ્લે બારડોલી સુગર ફેક્ટરી આવેલ છે.જે સુગર ફેક્ટરીમા ગંભીર બેદરકારી જોવા મળી છે. કારણકે પાણીની સાફ સફાઇ કરનાર 5 માંથી 1 બાળ મજૂર હોવાનું સામે આવ્યુ છે. જે માટે કામ સોપનાર કે પછી કામ કરાવનાર બન્ને સામે બાળ મજૂરના અધિનિયમ 1986 મુજબ યોગ્ય તપાસ કરવી જોઈએ જે જરુરી છે. ક્યા કારણોસર બાળક પાસે ટાંકી સાફ કરવાની ફરજ પાડવામાં આવી હતી, તેમજ કોની પરમિશનથી અને ક્યા ધારાધોરણ મુજબ આ કામગીરી કરવામાં આવી છે. જે મામલે યોગ્ય તપાસ અને સુગરમીલના જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સુરત જીલ્લા કૉંગ્રેસ મહિલા મોરચાની આગેવાનીમાં બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.

સુગર ફેક્ટરીમાં ઘટના સ્થળે એફ.એસ.એલની મદદ લઇ તપાસ કરવામાં આવી રહી છે : એન.એમ.પ્રજાપતિ, પી.આઈ, બારડોલી
બારડોલી પોલીસ મથકના પી.આઈ સાથે આ ગંભીર ઘટના બાબતે ટેલીફોનીક વાત ચીત કરવામાં આવતાં તેઓએ જણાવ્યું હતુ કે હાલ ઘટના સ્થળે એફ.એસ.એલની ટીમને બોલાવવામાં આવી છે. કિશોરના મૃતદેહનું પી.એમ કરવામાં આવ્યુ છે સાથે જ તમામ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવશે અને ત્યાર બાદ વધું કાર્યવાહી હાથ ધરવામાં આવશે, હાલ 16 વર્ષીય બાળક સુગર ફેક્ટરીમાં કઇ રીતે પ્રવેશ થયુ તેં મામલે પણ પોલીસ દ્રારા જવાબ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : ‘આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તમારું અભિમાન તૂટી જશે’, ઉદ્ધવ વિરુદ્ધ કંગનાનો વીડિયો વાયરલ
