Gold Price Today: વૈશ્વિક બજારમાં તેજી હોવા છતાં આજે ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમત 50,500 રૂપિયાની નીચે આવી ગઈ છે જ્યારે ચાંદી 60 હજારની નીચે વેચાઈ રહી છે. સોનાની કિંમત બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગઈ છે.
આ પણ વાંચો:
મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 24 કેરેટ સોનાના વાયદાની કિંમત 109 રૂપિયા ઘટીને 50,485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી. અગાઉ સોનામાં 50,549 રૂપિયાની કિંમતે ટ્રેડિંગ શરૂ થયું હતું. પરંતુ માંગમાં મંદીના કારણે ટૂંક સમયમાં તેની કિંમતોમાં ઘટાડો થવા લાગ્યો. સોનું અગાઉના બંધ કરતાં હાલમાં 0.22 ટકાના ઘટાડા પર ટ્રેડ કરી રહ્યું છે.
ચાંદીના ભાવમાં વધારો
સોનું આજે ઘટીને કારોબાર કરી રહ્યું છે ત્યારે ચાંદીના વાયદાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદીના વાયદાની કિંમત સવારે રૂ. 32 વધી રૂ. 59,536 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. અગાઉ ચાંદીમાં કારોબાર 59,513 રૂપિયાથી શરૂ થયો હતો, પરંતુ માંગમાં વધારો થવાને કારણે તેમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદી હાલમાં લગભગ 0.05 ટકાના વધારા સાથે કારોબાર કરી રહી છે.
વૈશ્વિક બજારમાં ભાવ શું છે
આજે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદી બંનેમાં તેજી જોવા મળી રહી છે. યુએસ માર્કેટમાં સોનાનો ભાવ 1,824.89 ડોલર પ્રતિ ઔંસ હતો, જે અગાઉ કરતાં 0.01 ટકા વધુ છે. એ જ રીતે, ચાંદીનો હાજર અગાઉ કરતાં 0.07 ટકા વધીને 21.03 ડોલર પ્રતિ ઔંસ છે. અગાઉ વૈશ્વિક બજારમાં સોનાની કિંમત સતત ઘટી રહી હતી.
નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. અમેરિકાની 10 વર્ષની બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને ડોલરની નરમાઈને કારણે હવે સોનાની માંગ ફરી વધવા લાગી છે. જો વૈશ્વિક બજારમાં પીળી ધાતુના ભાવ વધશે તો તેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળશે. જો કે, ભારતના વાયદા બજારમાં સોનું હજુ પણ 50 હજારની ઉપર રહેવાનો અંદાજ છે.
આ પણ વાંચો: Agnipath protest / માત્ર 5 દિવસમાં, ‘અગ્નિપથના વિરોધમાં રૂ. 1000 કરોડની રેલવેની સંપત્તિ બાળી
આ પણ વાંચો: ગુજરાત રમખાણ કેસ / PM મોદીને કલીનચીટ,સુપ્રીમ કોર્ટે SITના રિપોર્ટને ગ્રાહ્ય રાખીને ઝાકિયા જાફરીની અરજીને કરી ખારીજ
