ડીસા તાલુકાના રમુણ ગામે આચાર્યની મનમાની સામે ગામલોકોએ શાળાને તાળાબંધી કરી. ગઈકાલે ગુજરાત રાજ્યની સાથે બનાસકાંઠાની શાળામાં પણ નવીન બાળકોનો પ્રવેશોત્સવ થયો પણ પ્રવેશોત્સવના બીજા જ દિવસે ડીસાના રમુંણ ગામે જ ગામલોકો એ શાળા ને તાળાબંધી કરી હતી. શાળા ના આચાર્ય ની મનમાનીનો વિરોધ કરી ન છૂટકે તાળા બંધી કરી આચાર્ય ની બદલી કરવાની માંગ સાથે શાળાને તાળાબંધી કરી હતી. આ મામલે સ્થાનિક લોકોએ આ પોસ્ટ હટાવી દેવા જણાવતા આચાર્યએ મનમાની કરી હતી અને તેના કારણે ગ્રામજનો રોષે ભરાયા હતા. અને આજે વાલીઓ અને ગ્રામજનોએ ભેગા થઈ શાળાને તાળાબંધી કરી હતો. તેમજ જ્યાં સુધી આચાર્યની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી રાખી શિક્ષણ કાર્ય ઠપ્પ રાખવાની દેવાની ચિમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો: કાર્તિક આર્યનનું ખુલ્યું નસીબ, ફિલ્મના નિર્માતાએ અભિનેતાને આટલી કરોડોની કાર ભેટમાં આપી
આ પણ વાંચો: આ ગંભીર બીમારીનો શિકાર છે કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની, શું તે કાજોલના ભાઈને કરી રહી છે ડેટ?
આ પણ વાંચો: સૈફના લાડલા ઈબ્રાહિમને નહીં, આ અભિનેતાને 2 વર્ષથી ડેટ કરી રહી છે પલક તિવારી
