Reliance Jio/ આકાશ અંબાણી બન્યા રિલાયન્સ જિયોના ચેરમેન, મુકેશ અંબાણીએ આપ્યું રાજીનામું

રિલાયન્સ જિયોના બોર્ડે બોર્ડના ચેરમેન તરીકે આકાશ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી હતી. મુકેશ અંબાણીએ 27 જૂનથી કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું…

Top Stories Business
Reliance Jio Chairman

Reliance Jio Chairman: મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો ઈન્ફોટેક લિમિટેડમાં મેનેજમેન્ટ સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. માર્કેટ રેગ્યુલેટરી સેબી (SEBI)ને આપવામાં આવેલી માહિતીમાં રિલાયન્સ જિયોએ જણાવ્યું કે બોર્ડની બેઠક 27 જૂન 2022ના રોજ મળી હતી. જેમાં રિલાયન્સ જિયોના બોર્ડે બોર્ડના ચેરમેન તરીકે આકાશ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી હતી. મુકેશ અંબાણીએ 27 જૂનથી કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે

પંકજ મોહન મેનેજિંગ ડિરેક્ટર હશે

પંકજ મોહન પવાર 27 જૂનથી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળશે. પંકજ મોહન આગામી પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે. રામિન્દર સિંહ ગુજરાલ અને કે.વીચૌધરીની કંપનીના એડિશનલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. SEBIને આપવામાં આવેલી માહિતી અનુસાર, મુકેશ ડી. અંબાણીએ 27 જૂન, 2022થી પ્રભાવી કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચો: વડોદરા/ નફીસા આત્મહત્યા કેસમાં આવી શકે છે ચૌકાવનારી વિગતો સામે : વાંચો આ નવો વણાંક