દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલી લાઇબેરિયન મહિલા પાસેથી 13.26 કરોડ રૂપિયાનું કોકેઈન મળી આવ્યું છે. કસ્ટમ વિભાગે આજે એક નિવેદન જારી કરીને આ સંપૂર્ણ માહિતી આપી છે. આ લાઇબેરિયન મહિલા ભારતમાં ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ હોવાનો આરોપ છે.
કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, લાઇબેરિયન મહિલાને રવિવારે ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી આવ્યા બાદ દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવી હતી. નિવેદન અનુસાર, મહિલાની તલાશી દરમિયાન કસ્ટમ અધિકારીઓને એક બેગ મળી જેમાં 11 કુર્તા હતા જેમાં મોટા બટન હતા.
કુર્તામાં કુલ 272 બટન હતા. કુર્તાના તમામ બટનો કાપીને તેમની પાસેથી કુલ 947 ગ્રામ કોકેઈન મળી આવી હતી. આરોપી મહિલા પાસે લાઇબેરિયન પાસપોર્ટ હતો. તેની પાસેથી કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:દિલ્હીથી મધ્યપ્રદેશ સુધી અનેક રાજ્યોમાં દસ્તક આપવા જઈ રહ્યું છે ચોમાસું, ગરમીથી મળશે રાહત
આ પણ વાંચો:ફ્લોર ટેસ્ટ સામે શિવસેનાની અરજી મંજૂર,સુપ્રીમ કોર્ટમાં આજે સાંજે થશે સુનાવણી
આ પણ વાંચો:એસ.વી.પી. હોસ્પિટલમાં હેલીપેડ છે આંટા મારવા માટે : એરએમ્બ્યુલન્સ સુવિધા મળશે ખરી?
