Udaipur Murder Case/ ઉદયપુર હત્યાકાંડ પર જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ અરશદ મદનીનું નિવેદન, જાણો શું કહ્યું..

ઉદયપુરમાં બે મુસ્લિમ યુવકો દ્વારા કન્હૈયા લાલ નામના વ્યક્તિની હત્યાની સમગ્ર દેશમાં મુસ્લિમ સંસ્થાઓ અને નેતાઓ દ્વારા નિંદા કરવામાં આવી છે

Top Stories India

ઉદયપુરમાં બે મુસ્લિમ યુવકો દ્વારા કન્હૈયા લાલ નામના વ્યક્તિની હત્યાની સમગ્ર દેશમાં મુસ્લિમ સંસ્થાઓ અને નેતાઓ દ્વારા નિંદા કરવામાં આવી છે. જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ અરશદ મદનીએ આ ઘટનાને બિન-ઈસ્લામિક અને અમાનવીય ગણાવી હતી. તેમણે કહ્યું કે તેના માટે જેટલી પણ નિંદા કરવામાં આવે તે ઓછી છે.

બુધવારે સાંજે કરવામાં આવેલા ટ્વિટમાં મદનીએ કહ્યું હતું કે, “ઉદયપુરની ઘટના ખૂબ જ દુઃખદ, બિન-ઈસ્લામિક અને અમાનવીય છે, તેની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે.” તેમણે કહ્યું,  “ખરાબ બોલવાથી પયગંબરનું અપમાન કરવાને કારણે જે પણ થયું, ખરાબ થયું,પરંતુ દેશમાં શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે ધીરજ રાખવી જરૂરી છે.” મદની અહીં ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમણે પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી.

આ પહેલા દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ પણ આ ઘટનાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે બંને આરોપીઓનું આ કામ માનવતા અને ઈસ્લામ વિરુદ્ધ છે. તેમણે ઉદયપુર હત્યાકાંડની નિંદા કરતો એક વીડિયો જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે મંગળવારે ઉદયપુરમાં કન્હૈયા લાલની બે લોકોએ હત્યા કરી હતી. લાલ દરજીનું કામ કરતો હતો. હત્યા બાદ આરોપીઓએ ઈસ્લામના અપમાનનો બદલો લીધો હોવાનું કહીને એક ઓનલાઈન વીડિયો પોસ્ટ કર્યો હતો.બંને આરોપીઓ રાજસમંદ જિલ્લાના ભીમા ખાતે નાકાબંધી દરમિયાન ઝડપાઈ ગયા હતા. લાલની હત્યાની ઘટનાને પગલે ઉદયપુરમાં હિંસાના છૂટાછવાયા બનાવો બન્યા હતા અને મંગળવારે રાત્રે શહેરના સાત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.