રથયાત્રા/ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન અકસ્માત, અનેક થયા ઘાયલ

રથયાત્રાના રુટ પર લાકડાની બનેલી એક કેબિનની છત તૂટી પડી હતી, તેની ઉપર બેઠેલા લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા હતા.

Ahmedabad Gujarat

અમદાવાદમાં શુક્રવારે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા ભારે હર્ષ અને ઉલ્લાસના વાતાવરણમાં ઉજવાઇ ગઈ. જો કે આ રથયાત્રા દરમિયાન એક અકસ્માતની ઘટના બની હતી. રથયાત્રાના રુટ પર લાકડાની બનેલી એક કેબિનની છત તૂટી પડી હતી, તેની ઉપર બેઠેલા લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા હતા.

આ ઘટના અંગે એક અધિકારીએ જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે રાજ્યમંત્રી હર્ષ સંઘવી રથયાત્રાની સાથે હતા. તેમણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. હર્ષ સંઘવીએ કેબિનની છત ધરાશાયી થતાં ઘાયલોને તાત્કાલિક સારવાર માટે મિકલો આપ્યા હતા. સંઘવીએ જણાવ્યું કે, બાળકો સહિત 10-15 લોકો રથયાત્રા નિહાળવા માટે એક નાની કેબિનની છત પર બેઠા હતા. ટીનથી બનેલી છત અચાનક તૂટી ગઈ, જેના પછી બધા પડી ગયા.

Ukraine Crisis/ અમેરિકા યુક્રેનને સુરક્ષા સહાય માટે $800 મિલિયન આપશે : રાષ્ટ્રપતિ બિડેનની જાહેરાત