જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે, પ્રતિદિન આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરના અહેવાલો સામે આવે છે. જેમાં આતંકવાદીઓ સફાયો થઇ જાય છે અથવા તો કેટલાક આત્મસમર્પણ કરી લેતા હોય છે. પરંતુ હવે કાશ્મીરમાંથી એવા સમાચાર સામે આવ્યા છે, જે સેના અને સુરક્ષા દળો માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. કાશ્મીરના રિયાસી જિલ્લામાં સુરક્ષાદળોએ નહીં પરંતુ ગામના લોકોએ બે આતંકવાદીઓને પકડ્યા છે. બંને આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
ગામલોકોએ આતંકીઓને પકડી લીધા
મળતી માહિતી મુજબ બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. બંને તુકસાન ગામમાં છુપાયા હતા, ત્યારે ગામના કેટલાક લોકોએ તેમને પકડી લીધા હતા. આતંકવાદીઓને પકડ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ગ્રામજનોની આ બહાદુરી માટે ડીજીપીએ તેમને બે લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે
