Not Set/ રાજ્યમાં સ્વાઇનનો ફ્લુનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 3625 કેસ નોંધાયા

ગુજરાત, રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત છે. આરોગ્ય વિભાગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આરોગ્ય કમિશ્નર જ્યંતિ રવિએ નિવેદન આપ્યુ હતુ કે, અત્યાર સુધીમાં 3625 કેસ સ્વાઇન ફ્લુના કેસ નોંધાયા છે. જિલ્લા હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા, 20 થી 25 બેડવાળી અલાયદા હોસ્પિટલ રાખવામા આવે તેવા સુચન આપ્યા .ગત સપ્તાહમાં સ્વાઇન ફ્લુના કેસમાં ઘટાડો થયો છે. […]

Top Stories Gujarat Others

ગુજરાત,

રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત છે. આરોગ્ય વિભાગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આરોગ્ય કમિશ્નર જ્યંતિ રવિએ નિવેદન આપ્યુ હતુ કે, અત્યાર સુધીમાં 3625 કેસ સ્વાઇન ફ્લુના કેસ નોંધાયા છે.

જિલ્લા હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા, 20 થી 25 બેડવાળી અલાયદા હોસ્પિટલ રાખવામા આવે તેવા સુચન આપ્યા .ગત સપ્તાહમાં સ્વાઇન ફ્લુના કેસમાં ઘટાડો થયો છે.

અત્યાર સુધીમાં 112 લોકોના સ્વાઇન ફ્લુથી મોત થયા છે. જ્યારે 582 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. 104 હેલ્પ લાઇન સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે તે ઉપરાંત સ્વાઇન ફ્લુની દવાઓનો પૂરતો જથ્થો રાખવાના સુચન આપવામાં આવ્યા છે.

સ્વાઈન ફ્લુ લક્ષણો.

સ્વાઈન ફ્લુના લક્ષણો હળવા પણ હોય છે અને તીવ્ર પણ હોય છે. સામાન્યથી ભારે તાવ (101 થી 104 ફે.), ઉદારસ, ગળામાં દુખવું, કળતર, અશક્તિ, માથું દુઃખવું, કાકડા પર સોજો, સ્નાયુ કે સાંધામાં દુખાવો, ઉબકા, ઉલ્ટી કે અતિસાર, થાક લાગવો, ગળફામાંથી લોહી પડવું, પેટમાં ગરબડ, ઠંડી લાગવી, શ્વાસ ચડવો, વગેરે સ્વાઈન ફ્લુના લક્ષણો છે.

અસરો.

અસ્થમા, ડાયાબિટીસ, દમ, હદય રોગ અને મેદસ્વિતાથી પીડાતા વયસ્કો તેમજ બાળકો અને સગર્ભામહીલાઓ વધારે ઝડપથી આ રોગની અસર હેઠળ આવી શકે છે.

તેમનામાં આ રોગનાં લક્ષણો તીવ્રપણે જોવા મળે છે. 70 ટકા જેટલા રોગીઓ એવા છે કે જેઓ 5 વર્ષ કરતાં ઓછી અને 65 વર્ષ કરતાં વધુ વયના હોય છે. તંદુરસ્ત લોકોને પણ આ રોગ થઈ શકે છે. પરંતુ એવા કિસ્સાઓ અપવાદ રૂપ હોય છે.

સાવચેતીના પગલાં.

સ્વાઇનફ્લુથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પ્રત્યેક વર્ષે તેની રસી લેવી. આ રસી 60 થી 70 ટકા રક્ષણ આપે છે.

સ્વયં લેવા જેવી કાળજી
* પાણી વઘારે પીવું, પૂરતી ઊંઘ લેવી. પૌષ્ટિક આહાર લેવો અને ગંદકીથી દૂર રહેવું.
* ઉધરસ કે છીક આવે ત્યારે મોઢુ અને નાક રૂમાલ ડે કપડાંથી ઢાંક્વું.
* આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરતાં પહેલાં અને પછી હાથ સાબુથી ધોવા.
* શકય હોય ત્યાં સુધી હાથ મિલાવવાનું ટાળવું.
* ભીડભાડવાળી જગ્યાએ જવું નહી. મેળા, મંદિરે, થિયેટરમાં અને અન્ય એવા કાર્યક્રમો કે જેમાં વધારે લોકો ભેગા થતા હોય તેવી જગ્યાએ આ રોગચાળો ફેલાય છે ત્યાં સુધી જવાનું ટાળવું.
* બીમાર લોકોની નજીક જવું નહિ. જવું પડૅ એમ જ હોય તો માસ્ક પહેંરૅલો રાખવો.
* ઘરમાં કોઈને ભારે શરદી કે ઉધરસ થયા હોય તો તેમને માસ્ક પહેરાવવાનોં આગ્રહ રાખો.
* આ રોગનાં લક્ષણો ધરાવતા દર્દીઓને કામ પર કે શાળાએ મોકલવા નહિ.
* ડોકટરની સલાહ વગર જાતે કોઇ એલોપેથી દવા લેવી નહિ.