સુરતના હજીરા હાઈવે પર TRB જવાનનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જવાન વાહન રોકીને કાગળ માંગી રહ્યો છે. તેમજ પેટ્રોલ ટેન્કર રોકીને ડ્રાઈવરને ધમકી આપી રહ્યો છે. જ્યારે મીડિયાકર્મી ઘટના સ્થળે પહોંચ્યા તો TRB જવાને કેમેરાને ધક્કો માર્યો. અંતે કેમેરો બંધ ન થતા TRB જવાને રૂમાલથી મોઢું છુપાવ્યું. આપને જણાવી દઈએ કે TRB જવાનને કોઈ પણ વાહન રોકવાનો કે કાગળ માંગવાનો અધિકાર હોતો નથી. પરંતુ વીડિયોમાં TRB જવાન ન ફક્ત કાગળો માંગે પરંતુ ધમકી પણ આપતા નજરે પડે છે. જણાવીએ કે, હજીરા પોંઇટ ઉપર ફરજ ન હોવા છતાં TRB જવાન ત્યાં ઉભો રહી તોડ કરી રહ્યો હતો. આ અંગે જ્યારે સ્થાનિક નાગરિકે વીડિયો બનાવ્યો ત્યારે TRB જવાને તેનો મોબાઈલ આંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. બાદ આરોપી જવાન કેમેરાથી મો સંતાડી ભાગી ગયો હતો. નોંધનિય છે કે, ટ્રાફીક પોલીસની કામગીરી સામે મંત્રી કુમાર કાનાણીએ પણ ફરિયાદ કરી હતી. ટ્રાફીક વિભાગમાં આટલી બધી લોલમલોલ ચાલતી હોવા છતા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી.
આ પણ વાંચો: ચોકલેટની મીઠાશ માણવાની કે માખી ખાવાની? ચોકલેટ ચાહકો આપો જવાબ
આ પણ વાંચો:છોટાઉદેપુરનાં કેપ્ટને કર્યું એવું કામ કે લોકો વરસાવી રહ્યાં છે પ્રેમ અને કરી રહ્યાં છે વખાણ
આ પણ વાંચો:જામનગર પોલીસ હેડક્વાર્ટરમાંથી ચોરી થઇ દારૂની બોટલ, જાણો કોણે કરી આ ચોરી
